પાટણ ડોકટરની ત્રીજી પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 125 બોટલ બ્લડ એકત્ર કરાયું

પાટણ
પાટણ

પાટણ માં સ્વ. ડૉ. સુનિલ આર પ્રજાપતિની તૃતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવાર તથા મિત્ર વર્તુળ દવરા પાટણ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજન શહેર ની સામવેદ હોસ્પિટલમાં યોજવામાં આવ્યો હતો .જેમાં 125 લોકોને બલ્ડ ડોનેટ કર્યું હતું.

પાટણ શહેરના સામવેદ હોસ્પિટલના સ્વ ડો સુનિલ પ્રજાપતિ નું ત્રણ વર્ષ પહેલાં માર્ગ અકસામત માં મોત થયું હતું ત્યારે તેમની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બલ્ડ ડોનેટ કેમ્પ સામવેદ હોસ્પિટલ ખાતે બુધવારે પરિવાર તથા ડોક્ટર મિત્ર વર્તુળ દવરા પાટણ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજન શહેર ની સામવેદ હોસ્પિટલમાં યોજવામાં આવ્યો હતો .

આ બ્લડ ડોનેટ કેમ્પ માં શહેર ના ડોક્ટર,સ્ટાફ સહિત સગાસબધીઓ સહિત 125 જેટલા લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. બલ્ડ ડોનેટ કરનાર તમામ લોકોનું બ્લડ બેન્ક વતી અઢી લાખ નો વીમો લેવામાં આવ્યો છે તેમ વર્ષા બેન પ્રજાપતિ એ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.