આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા કીવે એસઆર 250 અને એસઆર 125ને લોકલાઈઝ કરશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

~ કીવે એસઆર 250ની ડિલિવરી 17મી જૂન, 2023થી શરૂ થશે ~

~ સપ્ટેમ્બર 2023 સુધી એએઆરઆઈ માય એસઆર માય વે રજૂ કરવાની યોજના ધરાવે છે, જે તેના ગ્રાહકો માટેનું કલર કસ્ટમાઈઝેશન મંચ છે  ~

~ કીવે એસઆર સિરીઝ માટે એસેસરીઝની નવી રેન્જ અને એએમસી પ્લાન સપ્ટેમ્બર 2023 સુધી રજૂ કરાશે  ~

~ 5 ભાગ્યશાળી ગ્રાહકોને કીવે એસઆર 250 એક્સશોરૂમ પ્રાઈસ પર 100 ટકા કેશબેક પ્રાપ્ત થશે ~

હૈદરાબાદ,  ભારતીય સુપરબાઈક ઉદ્યોગમાં સ્થાપિત ઉત્પાદક આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા પ્રા. લિ. (એએઆરઆઈ) દ્વારા તાજેતરમાં પ્રવેશ સ્તરીય પ્રીમિયમ સેગમેન્ટને પહોંચી વળવા માટે બે નિયો- રેટ્રો મોટરસાઈકલો રજૂ કરવામાં આવી હતી. આમાં ઉબર કૂલ એસઆર 250 અને અનપ્રિટેન્શિયસ એસઆર 125નો સમાવેશ થાય છે, જે હંગેરિયન દિગ્ગજ કીવેની છે, જે લગભગ 98 દેશમાં હાજરી ધરાવે છે. મોટરસાઈકલો જૂના શાળાના દિવસોની મજબૂત યાદ અપાવે છે, જે ગ્રાહકોને આધુનિક દિવસની કામગીરી અને વિશ્વસનીયતા સાથે બાંધછોડ કર્યા વિના 1980 અને 90ના મજેદાર અનુભવ કરાવે છે. કીવે એસઆર 125 વેચાણમાં મુકાઈ છે ત્યારે કીવે એસઆર 250ની ડિલિવરી 17મી જૂન પછી શરૂ થશે.

આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા 2023ના અંત સુધી બે નિયો- રેટ્રો રાઈડ્સ લોકલાઈઝ કરવાની પણ યોજના ધરાવે છે. લોકલાઈઝેશન તરફ પગલાં એસઆર 250 અને એસઆર 125 માટે અતુલનીય પ્રતિસાદ મળ્યો તેનું પરિણામ છે.

એએઆરઆઈ દ્વારા કીવે એસઆર 250ની પ્રથમ પાંચસો ડિલિવરી માટે લકડી ડ્રોની પણ ઘોષણા કરાઈ છે, જેમાં પાંચ ભાગ્યશાળી ગ્રાહકોને એક્સ- શોરૂમ કિંમત પર 100 ટકા કેશબેક મળશે. કંપની માય એસઆર માય વે મંચ રજૂ કરવા પણ સુસજ્જ છે, જે ગ્રાહકોને તેમના એસઆર મોડેલ થકી તેમના અજોડ વ્યક્ચતિત્વને પ્રદર્શિત કરવાની અનુકૂળતા આપીને એસઆર મોડેલ રેન્જ તેમના રાઈડરો માટે અજોડ બનાવે છે. મંચ સપ્ટેમ્બર 2023થી બધી નવી ખરીદીઓ પર ઉપલબ્ધ થશે. જોકે કીવે એસઆર 250 અને કીવે એસઆર 125 ત્રણ મોજૂદ સ્ટાન્ડર્ડ રંગો- ગ્લોસી વ્હાઈટ, ગ્લોસી રેડ અને ગ્લોસી બ્લેકમાં ડિલરશિપ ખાતે તૈયાર ઉપલબ્ધ થશે. નવા મંચ થકી કલર કસ્ટમાઈઝેશન ઓર્ડરના ધોરણે એએઆરઆઈ દ્વારા કરાશે. માય એસઆર માય વે વિશે પૂછપરછ કરવા અને કલર કસ્ટમાઈઝેશન માટો ઓર્ડર આપવા ગ્રાહકોએ નજીકના બેનેલી  |  કીવે ઓથોરાઈઝ્ડ ડીલરોનો સંપર્ક કરવાનો રહેશે.

કંપની એસઆર 250 અને એસઆર 125 માટે એસેસરીઝની રેન્જ પણ લાવવા વિચારી રહી છે, જેમાં ફ્રન્ટ વાઈઝર, બેશ પ્લેટ, બેકરેસ્ટ, લેગ ગાર્ડ, સારી ગાર્ડ, સીટ કવર, ફ્યુઅલ ટેન્કર કલર અને હેન્ડરેઈલ્સનો સમાવેશ થાય છે. એસેસરીઝ રોજના પ્રવાસ સાથે શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારોમાં જનસંખ્યાઓમાં સુરક્ષા અને આરામની ખાતરી પણ રાખે તે રીતે ખાસ તૈયાર કરવામાં આવી છે.

આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા સપ્ટેમ્બર 2023 સુધી એસઆર 250 અને એસઆર 125 માટે ખાસ તૈયાર કરવામાં આવેલા એન્યુઅલ મેન્યુઅલ કોન્ટ્રાક્ટ (એએમસી) પણ રજૂ કરશે. આ પહેલ પાછળનો હેતુ ગ્રાહકો શ્રેષ્ઠ સેવાઓ માણવાનું ચાલુ રાખીને ગુણવત્તા સાથે બાંધછોડ નહીં થાય અને પ્રક્રિયામાં યોગ્ય સંભાળની ખાતરી રાખશે. એસઆર મોડેલ રેન્જ રોજની દોડ માટે વિસાવવામાં આવી છે અને આ ખાસ તૈયાર કરાયેલી એએમસી ગ્રાહકોને કોઈ પણ ઝંઝટ વિના ઈચ્છિત જાળવણીના લાભો આપશે. અમુક લાભોમાં સ્પેર્સ, એસેસરીઝ અને લેબર ચાર્જીસ (અકસ્માત સિવાય) પર  ડિસ્કાઉન્ટ્સનો સમાવેશ થાય છે. ગ્રાહકોને  એન્જિન ઓઈલ પર ડિસ્કાઉન્ટ્સ પણ મળશે, જે સાથે ઘણા બધા અન્ય લાભોમાં લેબર રેટ સુધારણાથી કિંમતનું રક્ષણ પણ મળશે.

બાઈકની વાત કરીએ તો નિયો- રેટ્રો રાઈડ્સની એક સૌથી અજોડ ખૂબી તેની ખરેખર આકર્ષક કિંમત છે. એસઆર 250 ફક્ત રૂ. 1.49 લાખ (એક્સ- શોરૂમ દિલ્હી)ની આરંભિક કિંમતે મળશે અને ફક્ત રૂ. 2000માં બુક કરી શકાશે, જ્યારે એસઆર 125ની કિંમત રૂ. 1.19 લાખ છે અને રૂ. 1000માં બુક કરી શકાશે. આ મોટરસાઈકલો બુક કરવા માટે www.keeway-india.com પર લોગઈન કરો અથવા ભારતભરમાં ફેલાયેલા 55 ઓથોરાઈઝડ બેનેલી | કીવે ડીલરશિપ ખાતે મુલાકાત લો.

કીવે એસઆર 250

કીવે એસઆર 250 ડિઝાઈનની દ્રષ્ટિએ મિનિમાલિસ્ટિક હોય પરંતુ તે છતાં તમારો મલકાટ ચાલુ રાખતો રોમાંચ આપે તેવું જોતા વધુ પરિપક્વ દર્શકો માટે તૈયાર કરવામાં આવી છે. રોજના પ્રવાસ સાથે પ્રાસંગિક વીકએન્ડ રાઈડ્સનો રોમાંચ ચાહનારા માટે વ્યવહારુતા અને કામગીરીના યોગ્ય સંમિશ્રણ સાથે તે ઉત્તમ અપગ્રેડ છે.

તેનાં ક્લાસિક ડિઝાઈન તત્ત્વો રાઈડ કરવા લલચાવે છે, પરંતુ રાઈડરોને અમુક ખરેખર કૂલ, આધુનિક દિવસના ફીચર્સ પણ મળે છે, જેને લઈ આ નિયો- રેટ્રો રાઈડ વધુ રોમાંચક બને છે. આ ફીચર્સમાં એલસીડી કલર ડિસ્પ્લે, એલઈડી હેડલાઈટ્સ, ડ્યુઅલ- ચેનલ એબીએસ, ડ્યુઅલ- પર્પઝ ટાયર્સ અને સાટિન ફિનિશ્ડ સ્ટેઈનલેસ સ્ટીલ એક્ઝોસ્ટનો સમાવેશ થાય છે.

કામગીરીને મોરચે એસઆર 250 સિંગલ સિલિંડર, 4-સ્ટ્રોક, ઈલેક્ટ્રોનિક ફ્યુઅલ ઈન્જેકશન સાથે 223 સીસી એન્જિન દ્વારા પાવર્ડ છે. પીક પાવર 16 એનએમના મહત્તમ ટોર્ક સાથે 16.08 એચપી પેદા કરે છે. ભારતીય રસ્તાઓ અને ટ્રાફિકની સ્થિતિઓને બહેતર રીતે પહોંચી વળવા માટે એસઆર 250 300 એમએમ ડિસ્ક અપફ્રન્ટ અને રિયરમાં 210 મીમી ડિસ્ક સાથે આવે છે. 160 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ અનુકૂળ છે, જ્યારે રિયર એડજસ્ટેબલ સસ્પેન્શન સોલો કે પિલિયન સાથે હોય, રાઈડની ગુણવત્તાનું ધ્યાન રાખે છે. 14.2 લિટરની ઈંધણ ક્ષમતા પણ રોજના શહેરી ઉપયોગ માટે ઉદાર છે.

કીવી એસઆર 125

કીવે એસઆર 125 મોટરસાઈકલિંગ માટે બહુ નવા હોય અને વ્યવહારુતા તેમ જ પ્રીમિયમ અહેસાસ સાથે બાંધછોડ કર્યા વિના ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતા જોતા હોય તેવા શોખીનો માટે પ્રવેશ સ્તરીય મોટરસાઈકલ છે. એસઆર 125 બેજોડ રિફાઈનમેન્ટ સપાટી ઓફર કરે છે અને આપણને ગમતી ક્લાસિક મોટરસાઈકલ ડિઝાઈન ધરાવે છે. આને કારણે ભારતભરમાં ગ્રાહકો દ્વારા તેનો ઉત્તમ રીતે સ્વીકાર કરાયો છે.

પ્રકારમાં સાદગીપૂર્ણ કીવે એસાર 125એ સૌથી મહત્ત્વપૂર્ણ ફીચર્સમાં એલઈડી ડીઆરએલ સાથે હેલોજન હેડલેમ્પ અને એલસીડી કલર ડિસ્પ્લે, કોમ્બી- બ્રેકિંગ સિસ્ટમ અને ડ્યુઅલ પર્પઝ ટાયર્સને જાળવી રાખ્યાં છે. તેને લીધે તેને ગૂંચરહિત ટેક ઈટ ઈઝી ખૂબી આપે છે.

એસઆર 125 એકલ સિલિંડર, 4-સ્ટ્રોક, ઈલેક્ટ્રોનિક ફ્યુઅલ- ઈન્જેકશન સાથે 125 સીસી એન્જિન દ્વારા પાવર્ડ છે અને 8.3 એનએમ પીક ટોર્ક સાથે 9.7 એચપી પીક પાવર પેદા કરે છે. રાઈડરો બંને છેડે ડિસ્ક બ્રેક્સ પણ મેળવી શકે છે, જેમાં આત્મવિશ્વાસભર્યા બ્રેકિંગ માટે ફ્રન્ટમાં 300 મીમી ડિસ્ક અને 210 મીમી રિયર ડિસ્કનો સમાવેશ થાય છે. ભારતમાં વિવિધ રાઈડિંગની સ્થિતિઓને ધ્યાનમાં લેતાં કીવે 160 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન પણ ઓફર કરે છે, જે એસઆર 250 જેટલું જ છે. ઈંધણની ટાંકીની ક્ષમતા 14.5 લિટર જેટલી ઉદાર છે.

પેસિવ સેફ્ટી ફીચર્સના ભાગરૂપે એસઆર 250 અને એસઆર 125 હેઝર્ડ લાઈટ્સ અને એન્જિન કટ ઓફફ સાઈડ સ્ટેન્ડ સાથે આવે છે.

ભારતમાં 55 આઉટલેટ્સના સ્થાપિત નેટવર્ક સાથે કંપની તેની પહોંચ વધારવા અને તેની વધતા ગ્રાહક મૂળને પહોંચી વળવા માટે મજબૂત સેલ્સ અને સર્વિસ સેટઅપ ધરાવવા માટે નવા ડીલર ભાગીદારોને સક્રિય રીતે શોધી રહી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.