મહેસાણાના શંકુઝ વોટર પાર્ક પાસે ગાડીની અડફેટે બાઈક ફંગોળાયું, ચાલકનું મોત

Other
Other

પાટણ જિલ્લામાં આવેલા કમલીવાડા ખાતે રહેતા સાવન કુમાર પટેલે ફરિયાદ નોંધાવી જાણવ્યું કે તેઓ પોતાના મોટા બાપા ના દીકરા પટેલ રાજેશ કુમાર સાથે GJ24J2424 બાઈક પર સવાર થઈ અમદાવાદ થી કોઈ કામ અર્થે પોતાના વતન કામલીવાડા આવવા નીકળ્યા હતા.જેમાં બાઈક પટેલ રાજેશકુમાર ચલાવી રહ્યા હતા.એ દરમિયાન મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા શંકુઝ હોસ્પિટલ પાસે આવતા અકસ્માત નડ્યો હતો.

ફરિયાદી અને તેનો ભાઈ બાઈક લઈ શંકુઝ વોટરપાર્ક પાસે આવ્યા એ દરમિયાન આગળ જતી ટ્રકના ચાલકે ટ્રક ડાબી બાજુ દબાવતા બાઈક ચાલકે એકાએક બ્રેક મારી હતી.જેના કારણે પાછળ આવતી ગાડીએ બાઇકને ટકકર મારતા બે યુવકો રોડ પર ફગોડાયા હતાં.

ટક્કર મારનાર ગાડી ચાલકે ઇજા પામેલા યુવકોને પોતાની ગાડીમાં બેસાડી મહેસાણા લાયન્સ સારવાર માટે ખસેડી બાદમાં ત્યાંથી નીકળી ગયો હતો.પટેલ રાજેશ કુમારને વધુ ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટર યુવકને મૃત જાહેર કર્યો હતો.સમગ્ર અકસ્માત પગલે લાઘણજ પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.