મહારાષ્ટ્રની સરકાર અને જનતા સાથે દગો હતો, 20 જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે ઉજવવા રાઉતની માંગ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથો બન્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) અને બીજેપી-શિવસેના (શિંદે જૂથ) વચ્ચે વાક યુદ્ધ સતત તેજ બની રહ્યું છે. ઉદ્ધ જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્ર સામે અજીબ માંગ રાખી છે.

સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે. સંજય રાઉતે યુએનને લખેલા પત્રમાં કહ્યું છે કે, 20 જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે માન્યતા આપવી જોઈએ. રાઉતે કહ્યું કે જે રીતે 21 જૂને વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે તેવી જ રીતે 20 જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે ઉજવવો જોઈએ.

શિવસેના સાંસદે પોતાના પત્રમાં લખ્યું કે, હું 20 જૂનને વિશ્વ ગદ્દાર દિવસ તરીકે ઉજવવાની અપીલ સાથે આ પત્ર લખી રહ્યો છું. મારી પાર્ટી શિવસેના (UBT)નું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરે છે અને તેઓ મહારાષ્ટ્રના CM રહી ચૂક્યા છે.સંજય રાઉતે આગળ લખ્યું કે- ’20 જૂન 2022ના રોજ બીજેપીના ખોળે બેસી એકનાથ શિંદેએ અમારા 40 ધારાસભ્યોને લઈને પાર્ટી સાથે બળવો કર્યો હતો. ત્યારે દરેકને 50-50 કરોડ રૂપિયા મળ્યા હતા. બીજેપીએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહાવિકાસ અઘાડીની સરકારને પાડવા માટે પોતાના સમગ્ર બળનો ઉપયોગ કર્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વમાં 40 ધારાસભ્યોએ અમારી પીઠ પાછળ વાર કર્યો હતો. તેમની સાથે 10 અપક્ષ ધારાસભ્યો પણ હતા.’
આ અગાઉ 19 જૂને શિવસેનાનો 57મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. સ્થાપના દિવસ નિમિત્તે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. શિવસેનામાં વિભાજન બાદ પાર્ટીનું નામ અને પ્રતીક ‘તીર-ધનુષ’ શિંદે જૂથને ફાળવવામાં આવ્યું હતું. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથનું નામ શિવસેના (UBT) રાખવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.