દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક શરૂ થતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં અત્યાર સુધી નહિવત્‌ વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી પરંતુ ગત રાત્રીના ૧ વાગ્યાથી દિવસના ૩ વાગ્યા સુધીમાં ૬૩ એમએમ વરસાદ થવા પામ્યો છે.ગતરોજ સવારના ૮ વાગ્યાના સમયથી ૩ વાગ્યાના સમયમાં મૂળ સપાટી એટલેકે ૫૩૧.૪૫ ફૂટ યથાવત્‌ હતી. ત્યારે આજના વરસાદમાં સ્થાનિક પાણીની આવકથી માત્ર ૮ સેન્ટીમીટર પાણી આવ્યાનું નોધવા પામ્યું છે અને ૩ વાગ્યાના સમયે પાણીની આવક ૬૦૦ ક્યુસેક નોધવામાં આવી છે. ડેમ ઉપર ફરજ ઉપર રહેલ અધિકારી દ્વારા બનાસ નદીમાં આગળનું પાણી નથી આવતું તેવું જણાવવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે દૂરબીન દ્વારા પાણીનો ફ્લો જોવામાં આવે છે જે મુજબ હાલમાં સ્થાનિક પાણી આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.