પાટણમાં જિલ્લા પર્યાવરણ યોજના અંતર્ગત બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લા સર્કીટ હાઉસ ખાતે જિલ્લામાં પર્યાવરણને લગતી શુ-શુ કામગીરી કરવામાં આવી રહી છે તેની સમીક્ષા કરવા માટે સભ્ય,જજ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ડૉ.અફરોઝ અહમદ પાટણ આવ્યા હતા. તેઓની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આયોજીત બેઠકમાં જિલ્લામાં પર્યાવરણને લગતી કામગીરીઓ પીપીટી પ્રેઝન્ટેશન મારફતે રજુ કરવામાં આવી હતી.પર્યાવરણને સંલગ્ન વિવિધ મુદ્દાઓ જેમ કે, આઈડેન્ટીફિકેશન ઓફ GAPS એન્ડ એક્શન પ્લાન, સેગ્રેશન ઓફ વેસ્ટ ઓફ સોર્સ, સ્વિપીંગ, વેસ્ટ કલેક્શન, વેસ્ટ ટ્રાન્સપોર્ટ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, જોખમી કચરો, ઈ-વેસ્ટ, એર ક્વોલિટી મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ, માઈનીંગ એક્ટીવીટી મેનેજમેન્ટ પ્લાન, નોઈઝ મેનેજમેન્ટ પ્લાન વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. અફરોઝ અહમદે જિલ્લામાં પર્યાવરણને લગતી બીજી કઈ-કઈ કાર્યવાહી કરી શકાય કે વિશેનું સુચન અધિકારીઓને કર્યું હતુ.

બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નાયબ વનસંરક્ષક બિંદુબેન પટેલ, જીઓલોજીસ્ટ અલખ પ્રેમલાની, GPCB પ્રાદેશિક અધિકાર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાલનપુરજે.એમ.ચૌધરી તેમજ વિવિધ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.