માનસિકતા આપણી મારી

રસમાધુરી
રસમાધુરી

દેશના લોકોની માનસિકતાને શું કહેવું ? શુ ંકરવું ? દંડે દંડે ધોવા માંડવું કે પછી શો ઉપાય કરવો કે આ બધાની માનસિકતા સુધરે પોતે પણ સુધરે.. અહીં તો રાત્રે ભાજીપાઉં ખાતી વેળા ડુંગળી ઓછી પડી અને ઘરમાં હતી તે કાપીને એક મજાથી ખાધી.. એનાં ફોતરાં પાડોશીના આંગણે નાખ્યા.. આમ તો ડુંગળીનાં ફોતરાં સાવ ફોરાં ફુલ હોય છે પણ રાત્રે જરાય પવન હતો નહીં તેથી એ ફોતરાં આખી રાત ત્યાં જ પડી રહ્યા. હા એકાદ સાવ નાનું ફોતરૂં કોઈક પરિબળના લીધે પાડોશણની પાણીની કુંડીમાં પડયું.. આખી રાત ઉઘાડી જ પડી રહેતી હતી. સવારના પહોરમાં પાડોશણ જાગી તમે માર્ક કરજાે.. સ્ત્રીઓને સવારના પહોરમાં જાગતાની સાથે જ પતિદેવ પછી પહેલાં પાણી.. અર્થાત જળદેવ..પાડોશણને પણ એક નાનું કુતરૂં.. કુંડીના પાણીમાં પડેલું તરતું જાેયું.. બસ ખલ્લાસ.. જક્કાસ.. જે ઝઘડો થયો જે ઝઘડો થયો.. મોટા ભાગના ત્યાં રહેતા જાગી ગયા.ભારત પાકિસ્તાનની સરહદો જાેડે છે.. યુદ્ધ થાય ન થાય..પણ બેય પાડોશીઓ તુચ્છ ફોતરાં ખાતર જે લડયાં જે લડયાં..ત્યારે થયું આપણો કચરો, ફોતરાં પાડોશીનાં આંગણે નાખવાની માનસિકતા કયારે દુર થશે…કે છોતરા જેવી તુચ્છ વસ્તુ મામલે લડવાનું કયારે છુટશે ?
નો.. નેવર.. તમાકુના મસાલા ખાવાથી કેન્સર થાય છે..ખાસ કરીને મોંઢાનું.. એમાં ડાૅકટરો ઓપરેશન કરીને મોંઢાની ભૂમિતિમાં ભડકો થાય છે પણ એને ખાનારા અને જ્યાં ત્યાં થુંકનારા બીજાની કશીય પરવા કરતા નથી હાક..
મોબાઈલ અને મસાલાની શી લત લાગી છે? એનું તો કરવું શું, કહેવું શું ? ઘણાને ઘરના ઓટલે સવારના પહેલાં ચડ્ડો પહેરીને મસાલો ચોળતા કે મોબાઈલ મંતરતા જાેયા છે.. કયાંક તો એવું ય લાગે છે મુરારી કે માધવ પછી.. .મુુકંદ કે મહેશ્વર પછી એ કયાંય નાસી ભાગી જવાના નથી પણ મોબાઈલ.. મસાલો તો જાેઈએ જ.. અરે એ વગર ઘણાનો પાછલો દરવાજાે પ્રોબ્લેમ ખડો કરે છે.. ખેર એ મસાલો ખાનાર ખાધા પછી જાે હાક થુ.. ના કરે તો કેમનું ચાલે ? મસાલા ખાઈને જયાં ત્યાં થુંકવાની ઘણાની માનસિકતા છે.
અરે ઘણી ઓફિસ, કોમ્પલેક્ષોમાં સીડીની બેય બાજુ એટલું બધું લોકો થુંકયા હોય છે કે એ દીવાલનો એટલો ભાગ જ લાલ રંગથી અન્ય રંગોથી રંગાઈ ગયો હોય.. અરે દીવાલને બચાવવા કયાંક ભગવાનની, મંદિરની નાની ટાઈલ્સ ફીટ કરી દીધી હોય છે ત્યારે થુંકનારા બાદશાહો એક જગ્યા બનાવીને થુંકવાની એમની મમાનસિકતાને રજુ કરતા હોય છે.. અહીં થુંકવાની મનાઈ છે નામની લાલ અક્ષરે લખેલી સુચના પર થુંકનારાઓ એવી રીતે થુંકયા હતા કે એ સુચનાનું બિચારી વિકૃત થઈ ગઈ હતી. નવી સુચના વંચાતી હતી કે અહીં થુકવું ને પછી દીવાલના એ ભાગની શી દશા થઈ હશે ? લોકોએ કેવી દશા કરી હશે એ કહેવા જેવું નથી..
પસાર થતી શહેર કોર્પોરેશનની બસમાંથી એક જણે એવું થુંકયો કે લાલ લીલી પીળી સાડી પહેરીને એકટીવા પર જતી જતી મહીલા પર પડયું અને એ થુંક સાડીના રંગ મહીં જે મેચ કરી ગયું કે વાહ તેરી કયા બાત હૈ.. જાે કે એ મહિલાએ જે ગાળો દીધી.. દીધી કે પાછળવાળો એમ જ બોલ્યો કે આવા માણસોને આપણે શું કરી શકવાના છીએ ? બસ સહન કરો.. બીજું શું ? ને એ ભાઈ તો ચાલ્યા ગયા. બહેનને થયું કે, લાવ એ બસની પાછળ પાછળ જઈને.. એ થુંકનારનું ઠેકાણું કરી દઉં પણ….
પણ આપણી માનસિકતા એકદમ ઉંચી છે કે આકાશને અડે છે. .ખેર નથી ઉંચી કે નથી છેક આકાશને સ્પર્શ કરતી.. પરંતુ એટલી બધી નીચી અર્થાત ઘટીયા કીસ્મની છે. એની વાતોના પાનાના પાનાં ભરાય તેમ છે. આપણા સાધુ પુરૂષો કયાંક સંન્યાસીઓ, રાજ પુરૂષોને સમાજસેવકોને આ દેશ અધ્યાત્મમાં સૌથી ઉંચા છીએ અને એ મામલે વિશ્વની આગેવાની લઈશું.. આવા લોકો શું ઠગબાજી ચલાવતા હશે ? એની સ્વચ્છ ઉત્તમ આગેવાની નેતૃત્વ બતાવતા નથી અને વિશ્વની આગેવાની લેવા આ ભજન મંડળી નીકળશે..

જક્કાસ ઠોકો.. લોજી તો આ દેશમાં જ ચાલે. જ્યાં જે છે એનું તો હખળડખળ ચાલે છે.. અને વિશ્વની વાતો વિશ્વનો કોઈ દેશ આપણે કહેતો નથી કે હે ભારતના ઠોકશાશ્રી, અભ્યાસીઓ આગેવાની અમારી લો. અત્યાર સુધી અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે આબે.. જેવા કોઈએ આપણા સાધુઓને નેતૃત્વ મામલે કહ્યું નથી. હા આ આપણાવાળા ભર ચોમાસાના ફુલણજી કાગડો નહીં દેડકા જેવા બન્યા છે. આપણે જ મોટા છીએ એવી માનસિકતા ન જાણે કયારે જશે ? અરે જવાની નથી એ નક્કી..
આપણી માનસિકતા મેરા ભારત મહાનની કદી ગઈ નથી જવાની નથી. ગાંધી નહેરૂના એ સમયે આપણે મેરા ભારત મહાન કહ્યું નથી. આજકાલ તો કહેવાનો ઉપાડો વધ્યો છે. ફિલ્મ ઉપકારમાં અભિનેતા મનોજકુમારે આ દેશ અને ભૂમિને જે મહાન બતાવ્યા છે. બતાવ્યા છે કે જયાં આજે રોજ કૌભાંડ ડોકાય છે.. કયાંક નાનું એવું કૌભાંડ.. કયાંક એવડું મોટું કૌભાંડ કે ઓ બાપ રે.. થૈ જાય, ભુખ્યો હોય અને એ ભોજન કરે. એ તો સમજ્યા પણ પેટ બરાબર ભરાયેલંુ હોય તોય ભોજન કરે તો શું કરવું ? શું કહેવું ? આજકાલ એવો કંઈ કેટલાંય કૌભાંડો અખબારે ચઢતા જાેવા મળે છે તો પણ આપણા દેશને મહાન.. કહી દેવાની માનસિકતા ઘટતી નથી.
આપણી ઉંચી માનસિકતા સામે છાશવારે પાકિસ્તાન વાળા ડરાવી ધમકાવી જાય છે. કયાંક વળી હુમલા કરીને, એકાદને મારી કોઈ નિર્દોષ સ્ત્રીને વિધવા કરી જાય છે પણ આપણી ઉંચી માનસિકતા રૂપે શાંતિ શાંતિની માળા જપીએ છીએ. આપણી ઢીલી માનસિકતાએ કલાચ આપણે સાવ.. એવા બનાવી દીધા છે કે શું કહેવું ?
બિચારા.. હા.. બિચારા એવા નેતાએ દેશમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ કર્યો એ નેતાએ ખુદ જ લાંબુ ઝાડું ઝાલીને સફાઈકરવા માંડી. એટલે ઝાડુ ઝાલી કચરો વાળવાનું શરૂ કર્યું. ઘણાએ માન્યું કે, આહા.હા.. હવે કચરો દુર અને સઘળું ચોખ્ખે.. ચોખ્ખું… ચોખ્ખાએ સ્વચ્છમ.. સ્વચ્છે…..સ્વચ્છાએ થઈ જશે… પણ એક મહિનામાં શું ધુળ ચોખ્ખું થયું ? શું ઢેફાં ચોખ્ખાં થયાં ? એવું કચરાના ઢેર… અરે કચરાનો રસ્તો અને કચરાનો દેશ થઈ ગયો. વિશ્વના ઘણા માણસો આપણા દેશને બાવાઓનો ગુંડાઓનો.. સાપ પાળનારાઓનો દેશ કહી દે.. સાપ કહે એવી માનસિકતા છે.
આપણે ગમે તેટલું ભણ્યા હોઈએ સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ઉંચા પદ પર હોઈએ અરે કોઈ કોલેજ શાળાના આચાર્ય પદે હોઈએ, પોલીસ અધિકારી હોઈએ, રાજય વિધાનસભા કે લોકસભાના સભ્ય હોઈએ પણ.. ઘણી વાર તો માનસિકતા એવી છીછરી હોય છે કે એમને નહીં જાણે આપણને શરમ આવે..
આપણા દેશના ઉચ્ચ વર્ગના પદના લોકોની માનસિકતાની તો વાત જ કરવા જેવી નથી. જાેકે એ છાશવારે એમનાથી નિમ્ન લોકોને પોતાની ખરી ખોટી માનસિકતા બદલવા કહે છે. આ તો પોતાનું સુધારતા નથી. એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી દેશના એક એકની માનસિકતામાં બદલાવ નથી આવવાનો ત્યાં સુધી દેશ એના એ રહેવાનો.. નથી. કચરો ઘટવાનો કે નથી કશો ફેર પડવાનો.. ગાડી આવી કે ધક્કમધક્કા.. કરી પહેલાં ઘુસી જવાની સૌની માનસિકતા હોય ત્યાં લાઈનમાં ઉભા રહો.. જેવી નકામી સુચના લખવાનો કશો અર્થ નથી…
આ અવળા હાથના લેખકનીય કંઈક માનસિકતા સારી નથી. વાર્તાના કાગળનો ડુચો પાડોશીની ઉઘાડી બારીમાં બે ચાર વાર હું નાખી ચુકયો છું.. બોલો મારી માનસિકતા કેવી કહેવાય


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.