ટેવ બદલાઈ ગઈ

કલરવ
કલરવ

લમ્હાની મમ્મી છેલ્લા કેટલાક દિવસથી પરેશાન હતી. એક દિવસ એણે લમ્હાને નવા રમકડાં સાથે રમતી જાેઈ ેએને પુછયું આ રમકડાં કયાંથી લાવી ? લમ્હાએ કહ્યું કે એણે તે ખરીદ્યા છે.
‘પરંતુ તારી પાસે પૈસા કયાંથી આવ્યા?’
મમ્મી તમે જ્યારે રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે મેં તમારા પાકીટમાંથી પૈસા લીધા અને ઘર પાસે આવેલ રમકડાંવાળા પાસેથી ખરીદ્યા છે.
પરંતુ બેટા આ તો ખરાબ ટેવ કહેવાય કે પુછયા વગર પૈસા ના લેવા જાેઈએ. મમ્મી એને સમજાવતાં કહ્યું, લમ્હાને પહેલી ભુલ કરવા બદલ એને લડવું યોગ્ય ના લાગ્યું.
તો શું થઈ ગયું, તમે તો મારા મમ્મી છો.. અને મમ્મીની વસ્તુ લેવામાં આવે તે ભુલ ના કહેવાય. લમ્હા ઉડાઉ જવાબ આપતાં બોલી..
એક દિવસ એની બહેને પીંકીએ પોતાનું કબાટ ખોલીને જાેયું તો એમાંથી કેટલાક બ્યુટીપાર્લરનો સામાન ગાયબ હતો. જ્યારે એને ખબર પડી કે લમ્હાએ એ સામાન લીધો હતો ત્યારે એને પુછવામાં આવ્યું ત્યાં લમ્હા પાસે એક જ જવાબ હતો એમાં શું થઈ ગયું મારે એની જરૂર હતી એટલે એ મેં લીધો હતો. એમાં વળી પુછવાનું શું હોય ?
ઘરવાળા લમ્હાને સમજાવીને અત્યાર સુધી કામ ચલાવી લેતા હતા. કારણ કે એની એક ટેવ સારી હતી કે સાચું બોલતી હતી એ જે વસ્તુ લેતી હતી તેના વિશે સાચું જણાવતી હતી.
મમ્મી પણ એને થોડીક લડતી પણ હતી પરંતુ એની લમ્હા પર કોઈ જ અસર થતી નહોતી. આ જાેઈને એની મમ્મીએ મનોમન એક ફેંસલો કરી લીધો.
એક દિવસ સવારે લમ્હા ઉઠી ત્યારે એના ચંપલ ગાયબ હતા. મમ્મી મારા ચંપલ કયાં ગયા ? લમ્હાએ પુછયું.‘બાજુમાંથી રાકેશ આવ્યો હતો તે તારી ચંપલ પહેરીને ચાલ્યો ગયો..મમ્મી બોલી.’
‘પરંતુ મારી ચંપલ કેમ ?’ લમ્હાએ ચીડાઈને કહ્યું.
એને જરૂરીયાત હશે બીજું શું ? મમ્મીએ લાપરાહીથી જવાબ આપ્યો.
લમ્હાનું મોં બગડી ગયું. પછી તેણે કબાટમાંથી બીજી ચંપલ કાઢી અને પહેરીને બહાર નીકળી ગઈ. થોડી વાર પછી તે પાછી ફરી અને કાંઈક રૂમમાં શોધવા લાગી. એની મમ્મીએ પુછયું, ‘લમ્હા, બેટી શું શોધે છે તું ?’
મમ્મી ગઈકાલે હું કેટલીક મારી કોમીકસની પુસ્તકો વાંચવાને માટે લાવી હતી તે મને જડતી નથી.
તારા એ પુસ્તકો તો તારી બહેનપણી આવીને વાંચવાને માટે લઈ ગઈ છે.. મમ્મી બોલી..
આ સારૂં ના કહેવાય, કોઈની ચીજવસ્તુઓ આ રીતે પુછયા વગર ના લઈ જવાય.. લમ્હા ગુસ્સા સાથે બોલી ઉઠી.
એમાં શું થઈ ગયું એમને વાંચવાની જરૂર હશે. એટલે તેઓ લઈ ગયેલ છે.. આવો જવાબ આપીને લમ્હાની મમ્મી કામે લાગી ગઈ.
ત્યારબાદ લમ્હાની બીજી કેટલીક વસ્તુઓ શોધવા છતાંય ના મળી ત્યારે એનો પારો આસમાને ચડી ગયો. છેવટે આ લોકોને થયું છે શું ? પુછયા વગર જ મારી ચીજવસ્તુઓ લઈ જાય છે.. પુછીને લેવામાં એમનું શું બગડવાનું છે ?
‘પરંતુ બેટી, તું જ કહેતી હતી કે જરૂર પડવા પર કોઈની પણ ચીજવસ્તુ લેવામાં ભુલ ના કહેવાય.. મમ્મીએ એને યાદ કરાવતાં કહ્યું.તું પણ પુછયા વગર મારો, બહેનની અને તારા પપ્પાની ચીજવસ્તુઓ નહોતી લેતી.. ‘મમ્મી તમે તો બધા ઘરના માણસો છો. હું કાંઈ બહારથી તો ચીજવસ્તુઓ થોડી લાવું છું..’ લમ્હાએ કહ્યું.
ખરાબ ટેવ છેવટે ખરાબ હોય છે.. એને ઘરથી બહાર નીકળતાં વાર નથી લાગતી. જેટલા પણ ચોર, ડાકુ થયા છે તેઓએ સૌ પ્રથમ ઘરમાં જ નાની મોટી ચોરીઓ કરી છે. જે વાત બીજા માટે ખરાબ હોય છે તે આપણા માટે પણ ખરાબ જ હોય છે. મમ્મીએ એને સમજાવતાં કહ્યું.
‘બસ મમ્મી, હવે મારી સમજમાં આવી ગયું કે જ્યારે આપણી ચીજવસ્તુ જાય છે ત્યારે કેવું લાગે છે. હવે હું કયારેય પુછયા વગર કોઈની પણ ચીજવસ્તુ લઈશ નહીં… આમ લમ્હાની મમ્મીએ સહેજ પણ લડયા વગર એની ટેવો સુધારી નાખી એને સાચા રસ્તે વાળી દીધી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.