આ દિગ્ગજ ખેલાડીએ 10 વર્ષ પહેલા કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી, સચિન તેંડુલકર પણ તેની બોલિંગથી ગભરાતો

Sports
Sports

સાઉથ આફ્રિકાના પુર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી હેન્સી ક્રોનિએ ને 10 વર્ષ પહેલા પોતાના મોતની ભવિષ્યવાણી કરી દીધી હતી. તેણે કહ્યું કે તેનું મોત કઈ રીતે થવાનું છે.

સાઉથ આફ્રિકાના પુર્વ દિગ્ગજ ખેલાડી હેન્સી ક્રોનિએનું 1 જૂન 2002ના રોજ મૃત્યુ થઈ ગયુ હતું. દિગ્ગજ ખેલાડીએ આજથી 10 વર્ષ પહેલા જ તેના મોતની ભવિષ્યવાણી કરી દીધી હતી. હેન્સી ક્રોનિએના મોટાભાઈના કહેવા પ્રમાણે હેન્સી ક્રોનિએ કહ્યું હતું કે, તેનું મોત પ્લેન ક્રેસ થવાથી થશે આવી ભવિષ્યવાણી કરી હતી. અને તેમના કહેવા પ્રમાણે હેન્સી ક્રોનિએનું મોત પ્લેન ક્રેશ થવાથી જ થયું હતું.

હેન્સી ક્રોનિએ માત્ર 32 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કરી દીધી હતી. તે એયરક્વેરિયસ કાર્ગો ફ્લાઈટમાં હતા, જે ક્રેડોક ચોટી પર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. હેન્સી ક્રોનિએના મોટાભાઈએ ફ્રાંસમાં 2012માં એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યુ હતું કે, હેન્સી ક્રોનિએ તેના મોતને પહેલા જ જોઈ લીધુ હતું. તેમણે કહ્યુ હતું કે અમે ક્રિકેટ માટે સતત મુસાફરી કરતા રહીએ છીએ ક્યારેક બસમાં તો ક્યારેક હવાઈ જહાજમાં, પરંતુ મને લાગે છે કે પ્લેન ક્રેશમાં મારુ મોત થશે અને હું સ્વર્ગમાં જઈશ.

હેન્સી ક્રોનિએ એટલા જોરદાર બોલર હતા કે, તેની બોલિંગ સામે ભલા ભલા ખેલાડીઓ ધ્રુજી જતા હતા. ભારતના પુર્વ દિગ્ગજ બેસ્ટમેન સચિન તેંડુલકર પણ તેની સામે ગભરાઈ જતો હતો.  જો કે તમને ખબર નહી હોય પણ હેન્સી ક્રોનિએના મોતના બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000માં હેન્સી ક્રોનિએને મેચ ફિક્સિંગને લઈને ક્રિકેટમાં આજીવન માટે બેન કરી દેવામાં આવ્યા હતા. હેન્સી ક્રોનિએ પોતે જ મેચ ફિક્સિંગની વાતને કબુલ કરી હતી. તેમણે કબુલ્યું હતું કે મેચ ફિક્સિંગ માટે તેણે કોઈ ભારતીય સટ્ટેબાજ પાસેથી પૈસા લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.