ICCએ જાહેર કર્યું WTCના ત્રીજા ચક્રનું શેડ્યુલ, ભારતીય ટીમ આ ત્રણ દેશોનો કરશે પ્રવાસ

Sports
Sports

ભારતીય ક્રિકેટ ટીમના આગામી બે વર્ષ ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. શેડ્યુલ પ્રમાણે આ વર્ષે ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સાથે ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ વર્ષના અંતમાં વનડે વર્લ્ડ કપ પણ છે અને તે પહેલા ભારતીય ટીમ એશિયા કપમાં પણ ભાગ લેશે. જો કે BCCI પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ અને માનસિક સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. વ્યસ્ત કેલેન્ડર જોતા લાગે છે કે રોટેશન પોલિસીના આધારે યુવા ખેલાડીઓને તક મળવાની સંભાવના વધારે છે.

વર્ષ 2025માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. લોર્ડ્સમાં બંને ટીમો વચ્ચેની ટક્કર જોવા ચાહકો હંમેશા ઉત્સુક હોય છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ હાઈપ્રોફાઈલ પ્રવાસ માટે મેદાનની પસંદગી કરી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની એક મેચ લોર્ડ્સમાં રમાશે જ્યારે એક-એક ટેસ્ટ ઓવલ, એજબેસ્ટન, હેડિંગલી અને ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાશે. ભારતીય ટીમ માટે આ પ્રવાસ ખુબ જ મહત્વનો રહેવાનો છે, જેના માટે આ વર્ષથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ 2023ના કારણે ટીમ વધુ ટેસ્ટ મેચ રમી શકશે નહીં. જુલાઈમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચ રમશે અને ત્યાર બાદ આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકા સાથે 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. આ સિરીઝ દક્ષિણ આફ્રિકામાં યોજાશે. ટીમ ઈન્ડિયા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં 5 ટેસ્ટ મેચ રમશે અને ત્યારબાદ બાંગ્લાદેશ સાથે 2 ટેસ્ટ સિરીઝ રમશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં ટેસ્ટ સિરીઝ રમાશે. ભારતીય ટીમનું આગામી 2 વર્ષનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.