ચામડીના સામાન્ય દર્દો અને આયુર્વેદ

પાલવના પડછાયા

ચામડીનું જતન કરવાથી અને તેને સ્વચ્છ રાખવાથી તેની ઉપરના છિદ્રો ખુલ્લાં રહે છે. તેથી પરસેવા વાટે શરીરનો લોહીમાંથી આવતો કચરો સહેલાઇથી બહાર નીકળી જાય છે અને બીજી બીમારીઓ પણ અટકી શકે છેચામડીમાં થતી વિવિધ બિમારી વ્યક્તિને હેરાન-પરેશાન કરી મૂકતી હોય છે. શરીર ઉપર આવતી ખંજવાળ બેચેન બનાવી દેતી હોય છે. અને તેને માટે લેવાતી દવાઓમાં કેટલીક દવાઓ નવા ગંભીર રોગોને આમંત્રણ આપતી હોય છે.

તેથી ચામડીનાં સામાન્ય દર્દો માટે પણ સમયસર ચેતીને તે માટે ઝડપથી ઉપચાર ચાલુ કરવા જોઇએ.ચામડીનું જતન કરવાથી અને તેને સ્વચ્છ રાખવાથી તેની ઉપરનાં છિદ્રો ખુલ્લાં રહે છે. તેથી પરસેવા વાટે શરીરનો લોહીમાંથી આવતો કચરો સહેલાઇથી બહાર નીકળી જાય છે અને બીજી બીમારીઓ પણ અટકી શકે છે.

તેથી શરીરની ચામડીને શુષ્ક પણ થવા ન દેવી. શિયાળામાં તેની પર મેલ ન જામવા દેવો, અને ધૂળ-ધૂમાડાનાં સંપર્કમાં આવવાનું બને ત્યારે ચામડીની માવજત અવશ્ય કરી લેવી જોઇએ. ગરમીનાં દિવસોમાં તો ઠંડા પાણીથી હાથ-પગ-મોઢું દિવસમાં બે-ચાર વખત ધોવું જોઇએ.મોટાભાગનાં ચામડી રોગોમાં રક્તવિકાર કે લોહીનાં બગાડ કારણભૂત માનવામાં આવે છે. દદ્રુ, દાદર, ખરજવું, ગરમીવાળા વાતાવરણમાં પીઠ પર થતી અળાઇઓ વગેરે ચામડીનાં રોગો માનવામાં આવેલાં છે. ચર્મગત વિકારો મોટા ભાગે આહાર-વિહારમાં અસાવધાની રાખવાથી, વિરુદ્ધ આહારનું નિરંતર સેવન કરવાથી, દૂધ સાથે લવણ લેવાથી, ખાટા ફળો દૂધ સાથે લેવાથી વગેરે કારણોથી થતાં જોવા મળે છે.ચામડીના વિકારોમાં ઔષધોની સાથે સાથે પરેજી રાખવી પણ ખૂબ આવશ્યક છે.

ચામડીનાં વિકારવાળા દર્દીઓએ ખાટા, ખારા, તીખા પદાર્થો, દૂધ, દહીં, ગોળ, તલ, અડદ, ભારે ભોજન વગેરેનો ત્યાગ કરવો જોઇએ.ચર્મરોગ વિકારોમાં નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ ગંધક રસાયન, આરોગ્યવર્ધીની વટી, કૈશોરગુગળ, મહામંજિષ્ઠાદિ કવાથ, ખદિરાસવ વગેરે ઔષધો રોગ અને રોગીની પ્રકૃતિ મુજબ લેવા જોઇએ.

આહારમાં ઘઉં, ચોખા, જૂના જવ, સામો, જૂના ધાન્ય, મગ, મસુર, કાળી દ્રાક્ષ વગેરે લેવું. કબજિયાત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
જો કબજિયાત રહેતી હોય તો મૃતુ વિરેચન લઇ કોઠો સાફ કરી પછી જ ઔષધોપચાર શરૃ કરવો.ચામડી ફીકી પડી ગઇ હોય તો, તલનાં તેલને સહેજ ગરમ કરી માલિશ કરવાથી થોડા દિવસમાં ચામડી ચમકતી અને ફીકાશરહિત થાય છે. સ્નાન કરવાનાં પાણીમાં ગરમ કે ઠંડુ જે વાપરતાં હોય તેમાં લીંબુ નીચોવી તેનાથી સ્નાન કરવું. તેથી સ્કીન ચમકીલી અને સુંવાળી બને છે.

ગ્લીસરીન, લીંબુનો રસ અને ગુલાબજળ સરખે ભાગે લઇ મિશ્રણ બનાવવું અને કાચની બોટલમાં ભરી રાખવું. આ મિશ્રણથી માલિશ કરવાથી સ્કીન પર જામેલો મેલ સાફ થાય છે. પડેલા ચીરા પણ ભરાઇ જાય છે અને સ્કીન મુલાયમ બને છે.દાઝી જવાથી સારવાર પછી પણ જો ચામડી ઉપર ડાઘ રહી ગયા હોય તો રોજ કુંવારપાઠાની માલિશ કરવાથી ધીરે ધીરે ડાઘ નીકળી જશે.
આ ઉપરાંત સવારમાં રોજ થોડો થોડો કુંવારપાઠાનો રસ પીવાથી પણ ચામડીનાં તમામ રોગો મટે છે.

દૂધ અને દિવેલ સરખાભાગે મિશ્રણ કરી તેની તુરંત શરીર ઉપર નિયમિત માલિશ કરવાથી ચામડીમાં પડેલી કરચલીઓમાં પણ ખૂબ જ સારો ફાયદો થાય છે.સંતરાની છાલને સૂકવી તેનું ચૂર્ણ કરી રાખવું જોઇએ. આ ચૂર્ણ ગુલાબજળમાં મેળવી તેની માલિશ ચામડી પર કરવી અથવા અડધો કલાક લગાવી રાખી પછી ધોઇ નાખવાથી ચામડી ઉપરનાં કાળાડાઘ નીકળી જાય છે.

અને સ્કીન સ્વચ્છ અને ચમકીલી બની જાય છે.શ્યામ રંગની સ્કીન હોય અને તેના કારણે દેખાવ બરાબર ન લાગતો હોય તો, આમલકી ચૂર્ણ અને હરિદ્રા ચૂર્ણને સમભાગ મેળવી દૂધમાં કાલવી મોં ઉપર ઘસીને સ્નાન કરવું. આ પ્રયોગ લાંબો સમય કરવાથી સ્કીનમાં શ્યામવર્ણતા ઓછી થઇ જાય છે, અને સ્કીન ગૌરવર્ણ થાય છે, અને ચહેરો સુંદર બને છે.

આભ્યાંતર ઔષધોપચાર,પથ્યા-પથ્યનું પાલન અને ત્વચાની થોડી સાર-સંભાળ દરેક પ્રકારનાં સ્કીન ડીસીઝ પર સુંદર પરિણામ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.