દશા-અદશા ગુજરાતની

રસમાધુરી
રસમાધુરી

ગુજરાતી ભાષાના એક શિક્ષક અતિ ઉત્સાહી હતા. તેઓ ઈચ્છતા હતા કે એમના વર્ગના વિદ્યાર્થીઓ કંઈક લખે, વાર્તા નહીં તો કવિતા અને કવીતા નહીં તો જાેડકણાં. એક છોકરો જાેડકણું કહો કે જે કહો તે તે લખીને લાવ્યો હતો.કાગડા ભૈ તો કાણા.. લાગો છો.. તમે સદા નાગા.. કાગા અને નાગા.. એવો પ્રાસ મારી મચોડીને લાવનારા એ છોકરામાં સાહેબ મહાન કવિ બનવાનાં લક્ષણ જાેઈ ચુકયા હતા. એ સાહેબે ભર્યા કલાસમાં એ છોકરાનાં વખાણ કરતાં કંઈ કંઈ કહેલું.. પણ એ છોકરો નવમા ધોરણમાં ભણવાનું પડતું મુકીને ડોન બનવાના ચાળે ચડી ગયેલો. મિત્રોને મળતો ત્યારે અચુક કહેતો કે કવિતા કરે, લખે, કંકોડાય આ હાથમાં નથી આવ્યા.. આવશે પણ બુટલેગર બનીશ એટલે ને જાણે એ ભાષા શિક્ષકના સપનાનું ખારૂં અથાણું થઈ ગયેલું. આપણા ત્યાં અથાણું જેનું બગડે છે એનું વર્ષ બગડે છે.. દાળ બગડે તો.. દિવસ ચા બગડે તો સવાર.. ઘણાના ઘરમાં પત્ની એવી હોય છે જે જાણી બુઝીને સવાર અને પછી દિવસ બગાડતી હોય છે.. એને મજા આવી જતી હોય છે. મારી વાત કરૂં તો મારી પત્ની જે દિવસે ઈચ્છે ત્યારે સવાર અને દિવસ બગાડે છે.. મારાથી બોલી ન શકાય એવી કંઈક દશા હોય છે..
ખેર, ગુજરાતીના એ શિક્ષકને પોતાનાં બાળકો કંઈક મૌલિક લખી શકે એની ઉંડી ઝંખના હતી. ઘણા દિવસથી થતું હતું કે હું કંઈક કાળા પાટીયા પર લખું અને બાળકો એમાં લખીને એમની સર્જનાત્મક શક્તિને બહાર કાઢે.
શિક્ષક સાહેબને ઘણા દિવસથી થતું હતું પણ એમને કશી ગડ બેસતી નહીં એ મામલે એમણે ગૃહલક્ષ્મીને પુછયું, એ કહે મને એમાં કશી સુઝ ન પડે. હા કોઈકના ઘર ભાગવાનો કે સાસુ વહુની લડાઈનો મામલો હોય તો ઠીક છે.. અરે મહિલાઓએ પોતાના ઘરવાળાને કે સાસુને કાબુમાં કેમ રાખવી એ પ્રશ્ન હોય તો પુછો.. બાકી શિક્ષણ મામલે તો તળાવમાં તરતી ભેંસ જેવી છું..પત્ની ગૃહલક્ષ્મીનું આ પ્રમાણેનું ઉટપટાંગ સાંભળી એ શિક્ષક હાર્યા ન હતા.
એમણે એ મામલે પોતાના મિત્ર એવા એક શિક્ષકને પુછયું એ શિક્ષક મિત્ર પણ પાછા ગુજરાતીના શિક્ષક હતા. તેથી એક આશા બંધાઈ ગઈ કે કંઈક સારૂં થશે પણ શું ધુળ સારૂં થાય ? એ એમના મિત્ર સાહેબ પણ ખાસડાં લઈને જાત્રાએ જાય એવા હતા. એમણે કહ્યું, ભૈ આપણે શિક્ષક છીએ, ડકે વર્ગમાં જનારા અને ડકે વર્ગમાંથી પાછા બહાર નીકળનારા છીએ. પહેલી તારીખે ખાતામાં પગાર જમા જાેનારા છીએ..બાકી વિદ્યાર્થીઓ ચોમાસાના દેડકાની કવિતા લખે કે ઉત્તરાયણના કપાયેલો પતંગ તળાવના પાણીમાં પડે, ભાડમાં જાય એ બધું..
ગુજરાતીના ..એ શિક્ષક પોતાના અતિ એક ઈંચ પણ પાછા ન પડયા. વિદ્યાર્થીઓને લખતા કરવા એટલે એમનો ઉત્સાહ જાણે ફ્રાન્સના પેરીસના એફીલ ટાવરથી ઉતરી ચીનની દિવાલોમાં દોડતો હતો. આહાહા..હા.. શું ઉત્સાહ હતો ?
શનિવારે એમણે આ મામલે એમના આચાર્ય સાહેબને પુછયું, આચાર્ય સાહેબે કહ્યું આપનો ઉત્સાહ જાેઈ હું અતિશય આનંદ પામી ચુકયો છું.. પણ વિદ્યાર્થીઓને અંકુશમાં રાખવા પડશે.. હોબાળો નહીં ચાલે.. મને ખબર છે કે તમારા વર્ગના.. અરે તમે જ્યાં જે વર્ગમાં જાવ છો ત્યાં વિદ્યાર્થીઓ ગમે તે ઘડીએ રમખાણ મચાવે છે અને મારે આવવું પડે છે. એક તો આપણે મારી શકતા નથી એથી તેઓ વધુ બગડે છે. એમાં આ પ્રકારની પ્રકૃતિ… આમ તો આચાર્ય સાહેબે એ શિક્ષક સાહેબનું માથું વાઢી નાખ્યું.. છતાંય મંજુરી આપી…
એ શિક્ષક વર્ગખંડમાં આવ્યા. સામે છેડે વિદ્યાર્થીઓએ અભિવાદન કર્યું. ને પછી એ શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, આજે હું વર્ગના કાળા પાટીયા પર બે પંક્તિ લખીશ એમાં પાછલી પંક્તિ અધુરી છે.. એ તમારે પૂર્ણ કરી ઘેરથી આવતા અઠવાડીયે લખી લાવવાની છે.. બોલો બધા સહમત છો ? સાહેબે સવાલ કર્યો.
હા..હા.. કરતાં વિદ્યાર્થીઓ હાથ ઉંચો કરીને એક અવાજ કરી ઉઠયાં.. એ જાેઈને શિક્ષકના હૈયામાં જાણે ભરતીને પછી શિક્ષકે કાળા પાટીયા પર ગુજરાતીની પંક્તિઓ લખી મધ્યકાલીન કવિતાની એ પંક્તિઓ હતી

આ તરફ એ શિક્ષક સાહેબ લખતા હતા અને વિદ્યાર્થીઓ કુતુહલપૂર્વક કાળા પાટીયા ભણી મીટ માંડી રહ્યા હતા. શિક્ષક સાહેબે લખ્યું.
રાત કહે જાહરી પાછલી ખટઘડી..
સાધુ પુરૂષે…
સાહેબે પંકિતઓ પુરી ન લખી.. અડધી જ લખી જે વિદ્યાર્થીઓએ પોતાની ભાષામાં પૂર્ણ કરવાની હતી.
આ તરફ જેવી પંક્તિઓ લખાઈ ગઈ કે વિદ્યાર્થીઓ એકબીજાની સામે આંખો ફાડી ફાડીને જોઈ રહ્યા. એ પાછળનું કદાચ એ કારણ પણ હોય છે. છોકરાઓ આજકાલના ફિલ્મી ગીતોથી પરિચયમાં હતા. તું મેરી અગલ બગલ મેં.. તુને મારી.. તો દિલમેં બજી ઘંટી જેવા ગીતો ગાયનો જાણતા હતા. કયાંક એ ગાતા પણ હતા.. ઘણાની મમ્મીઓએ પાછું કહ્યું પણ હશે કે આ લમણાકુટ મુક.. બન્યા આ આજકાલ ગાયનો પણ કેવાં આવે છે ? એક તો આવાં ગાયનો અને ટુંકી ચડ્ડીવાળી છોકરી છોકરા..
પરંતુ અહીં તો વર્ગ હતો.. વિદ્યાર્થીઓ હતા એકબીજાના મોં પર જાેયા પછી પાછું બોર્ડ ભણી નજર કરી.. રાત રહે જાહરે.. પાછલી ખટઘડી… સાધુ પુરુષેેેે….
છોકરાંની ખામોશીથી શિક્ષક સાહેબ સમજી ગયા કે આ પંક્તિઓનો અર્થ એમને સમજાવવો પડશે. શિક્ષક સાહેબ આ પંક્તિઓનો અર્થ સમજાવે એ પહેલાં જ વર્ગની બહાદુર બાળા ઉભી થઈ તે બોલી ઉઠી ઃ ‘સરજી આનો અર્થ સમજાવો તો… અમોને કંઈક સુઝ પડે.. બહાદુરવાળાએ એટલું કહીને ઉદાહરણરૂપે.. હિંદી ફિલ્મનું ગીત જેવી બે પંક્તિ રજુ કરીને કહ્યું કે, આમાં કેવું સમજાઈ જાય છે..દીલ મેં બજી…
સાહેબ સમજી ગયા.. એમણે કાળા પાટીયા પર લખેલી પંક્તિઓ સમજાવી..
આ પંક્તિઓમાં કવિ કહે છે કે, રાત જતી રહેેશે અને એની પાછળની ઘડીઓ આવશે ત્યારે સાધુ પુરૂષે શું કરવું જાેઈએ ? સાહેબે સમજાવ્યું ને વિદ્યાર્થીઓના ભેજામાં પ્રશ્ન કરતું પ્રવેશી ગયું. રાત પસાર થઈ જશે અને સાધુ એમાં બાવા.. સંસારી પુરૂષો..દુધવાળા.. છાપાંવાળાએ શું કરવું અને વર્ગમાં હાસ્ય ફરી વળ્યું.. સાહેબે કહ્યું તમારે આવતા સપ્તાહે લખી લાવવાનું છે કે.. સવારના પહોરમાં શું કરવુ ં?
સાહેબે સવાલ છોડયો કે વર્ગમાં તાળીઓ પડી કેટલાકે તો બે હાથ ઉંચા કરી બલ્લે બલ્લે કર્યું. કયાંક તો કોઈકે બાજુના વિદ્યાર્થીને ઠોક તાલી કરી.
સમય થતાં સાહેબ ચાલ્યા ગયા આ તરફ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે લખવાનું છે.. ગુજરાતીને જીવતી રાખવાની છે..બીજું સપ્તાહ આવ્યું ને મંગળવારે એ સાહેબનો પીરીયડ હતો. સાહેબ પુછે એ પુર્વે જ દસેક જેટલા વિદ્યાર્થીઓ લખી લાવ્યા હતા તે આ મુજબ હતું.
સવારના પહોરમાં સાધુએ ચલમ ફુંકવી.
સવારના પહોરમાં સાધુએ મોબાઈલમાં આવેલા મેસેજ જાેવા.
સવારના પહોરમાં સાધુએ છાપું ખોલી વાંચવું, કેટલા શામાં કૌભાંડ થયું છે ?
સવારના પહોરમાં સાધુએ પેટ્રોલના ભાવ કેટલા વધ્યા છે એ જાેવું…આટલું વાંચતાં વાંચતાં સાહેબને ઘણો ગુસ્સો આવ્યો પણ આગળ કેવું લાગ્યું એ વાંચવાનું ટાળી ન શકયા.
લખ્યું હતું. સાધુએ ખુલ્લામાં શૌચાલય નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી.. સાધુએ ગરમાગરમ મસાલેદાર ચા પીતાં પીતાં હરીધ્યાન ધરવું. સાધુએ પારકી સ્ત્રીને જયશ્રીકૃષ્ણ કરવા.ને સાહેબને એવો ગુસ્સો આવ્યો કે બધાને બુટે બુટે ઝુડી નાખુંં.. પણ વિદ્યાર્થીઓને મારવાનો કાયદો કયાં છે ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.