પાલનપુરમાં સરકારનું મફત અનાજ ખરીદવાના કૌભાંડનો પર્દાફાશ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોનાના કહેરને પગલે લોકડાઉન અને અનલોક વચ્ચે આર્થિક સાંકડામણ અનુભવી રહેલા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને સરકાર દ્વારા મફત રાશન આપવામાં આવી રહ્યું છે. જોકે, લોકો ને સરકાર દ્વારા મળેલું અનાજ લાલચ આપી ખરીદી લેવાનુ કૌભાંડ પાલનપુર માં ચાલી રહ્યું હોવાનો વિડિઓ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા ગરીબ લોકોને વિનામુલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી યોજના તળે લોકોને મફત રાશન આપવામાં આવે છે. જે અનાજનો જથ્થો ગરીબો પાસેથી પડાવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો કિસ્સો પાલનપુરમાં પ્રકાશમાં આવ્યો છે. પાલનપુરના ગરીબ વિસ્તારોમાથી લાલચ આપી અનાજ પડાવી લેવાનું આખું નેટવર્ક સતલાસણાની ગેંગ ચલાવે છે. જે વાયરલ વિડિઓમાં જણાઈ આવે છે. કોરોનાની મહામારીમા સરકારે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ ગરીબોને અનાજ આપ્યું છે. ત્યારે પૈસા અને વાસણની લાલચ આપી સરકારનું અનાજ પડાવી લેવાનુ નેટવર્ક ચાલતું હોવાની રાવ ઉઠી છે., સરકારે ગરીબોને ખાવા માટે આપેલા અનાજનો વ્યાપાર થતો હોવાની ચોંકાવનારી વિગતો જાગૃત નાગરિકો દ્વારા વાયરલ વિડિઓ દ્વારા બહાર આવી છે. ત્યારે ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તો રાજ્યવ્યાપી નેટવર્કની આશંકા વર્તાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.