દેશમાં કોરોનાના એક દિવસમાં ૬૧૫૩૭ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : ભારતમાં લગાતાર બીજા દિવસે કોવિડ-૧૯ સંક્રમણના ૬૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં ૬૧,૫૩૭ નવા કેસ સામે આવતાં શનિવારે દેશભરમાં કુલ કેસોની સંખ્યા ૨૦ લાખ ૮૮ હજાર ૬૧૧ થઈ ગઈ છે. એક દિવસમાં ૯૩૩ લોકોનાં મોત થયાં છે અને આ સાથે કુલ મૃત્યુ આંક ૪૨,૫૧૮ પર પહોંચ્યો છે. ૩૦ જુલાઈથી લગાતાર આ દસમો દિવસ છે જ્યારે સંક્રમણના કેસ ૫૦ હજારથી વધુ સામે આવ્યા છે. વીતેલા ૨૪ કલાકમાં નવા કેસોની વાત કરીએ તો, સાતમી ઓગસ્ટે ૬૨,૫૩૮ મામલા નોંધાયા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. છઠ્ઠી ઓગસ્ટે ૫૬,૨૮૨ કેસ નોંધાયા હતા. પાંચમી ઓગસ્ટે ૫૨,૫૦૯, ચાર ઓગસ્ટે ૫૨,૦૫૦, ત્રણ ઓગસ્ટે ૫૨,૯૭૨, બીજી ઓગસ્ટે ૫૪,૭૩૫, પહેલી ઓગસ્ટે ૫૭,૧૧૮, ૩૧મી જુલાઈએ ૫૫,૦૭૮, ૩૦મી જુલાઈએ ૫૨,૧૨૩ કેસ નોંધાયા હતા. એક અભ્યાસ પ્રમાણે અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ ભારતમાં હવે વધુ કેસ નોંધાવા લાગ્યા છે. ૩૦મી જુલાઈએ પહેલી વખત નવા કેસોની સંખ્યા ૨૪ કલાકમાં ૫૦ હજારને પાર થઈ ગઈ હતી.
૨૦મી જુલાઈએ આ સંખ્યા ૪૦ હજારને પાર, ૧૬મી જુલાઈએ પહેલીવાર ૩૦ હજારને પાર, ૧૦ જુલાઈએ ૨૫ હજારને પાર, ત્રણ જુલાઈએ ૨૦ હજારને પાર, ૨૧મી જૂને ૧૫ હજારને પાર અને ૨૦મી જૂને સંક્રમણના આંકડા ૧૪ હજારને પાર થઈ ગયા હતા. એજ રીતે ૧૧મી જૂનથી ૩૦મી જૂન સુધીમાં મરનારાઓની સંખ્યા ૩૦૦થુ ૫૦૦ની વચ્ચે રહી છે. ૨૨મી જૂને એક દિવસમાં મરનારાઓની સંખ્યા પહેલીવાર ૪૦૦થી વધુ રહી હતી. ૧૧મી જૂને મરનારાઓની સંખ્યા ૩૦૦નો આંકડો પાર કરી ગઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૧૪,૨૭,૦૦૫ દર્દીઓ સાજા થઈ ગયા છે. સાજા થનારા દર્દીઓની ટકાવારી ૬૮.૩૨ ટકા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.