Headlines 07-08-2020 | Rakhewal
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
કોરોનાની મહામારી વચ્ચે આવતીકાલથી શ્રાવણી પર્વની હારમાળા શરૂ : કોરોનાના વધતા જતાં સંક્રમણને લઈ આવતીકાલે નાગપંચમીના ભરાતા મેળાઓ બંધ રહેશે.
રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી બનાસ નદીમાં નીર આવતા ખેડૂતો સહીત આમપ્રજામાં આનંદની લાગણી : અમીરગઢ પાસે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીનો ચેકડેમ ઓવરફલો.
બનાસકાંઠા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે રૂ.૫૯૮.૪૨ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાશે
રવિવારના રોજ દાંતા, અંબાજી અને પાલનપુર ખાતે વિકાસ કામોનું લોકાર્પણતથા ભૂમિપૂજન કરશે
ડીસા તાલુકાના લૂણપુર અને ગવાડીના ૧૧ જુગારીયા ઝડપાયા : પોલીસે ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
ભીલડીમાં મદદ કરવાને બહાને એટીએમ બદલાવીને નિવૃત કર્મચારીના ખાતામાંથી રૂ. ૫૮,૦૦૦ ઉપાડી ગઠિયો ફરાર.
જુનાડીસાની પરણિત યુવતી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું : લક્ષ્મીપુરાના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ.
કાંકરેજ તાલુકામાં શ્રાવણીઓ જુગાર ધામ પર શિહોરી પોલીસની લાલ આંખ : દુદાસન ગામેથી દશ જુગારીને ઝડપી પાડ્યા, રૂપિયા ૭૧,૨૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો.
ડીસામાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ૧૧૫ બેડ ધરાવતી જનતા કોવિડ હોસ્પિટલનું લોકાર્પણ કરાયું
૧લી સપ્ટેમ્બરથી શિક્ષણ ક્ષેત્ર ‘અનલોક’ : તબક્કાવાર સ્કૂલ ખુલશે. ૧ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન ધો. ૧૦ થી ૧૨ના ક્લાસ ખોલાશે ત્યારબાદ ધો. ૬ થી ૯ના વિદ્યાર્થીઓનો વારો ; બેથી ત્રણ કલાક જ ભણાવાશે, ૧૪મી નવેમ્બર સુધીમાં દેશની તમામ શિક્ષણ સંસ્થાઓ ખોલી નાખવાની ફોર્મ્યુલા તૈયાર.
કોરોના મહામારી વચ્ચે કોલેજમાં પ્રોફેસરોએ હવે કોલેજ આવવું ફરજીયાત નહિ, પ્રોફેસરોની વર્ક ફ્રોમ હોમની માંગણી સરકારે સ્વીકારી, રાજ્યના ૫૦૦૦ કોલેજ પ્રોફ્સરો માટે સરકારે કર્યો ર્નિણય, તમામ પ્રોફેસર્સ હવે ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ આપી શકશે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, ભાદર 1, ન્યારી, આજી અને શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ.
રાજ્યમાં હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ વિભાગને તાકીદ.
રાજ્યમાં ઓગસ્ટ માસના તમામ તહેવારો પર પ્રતિબંધની ગૃહમંત્રીની જાહેરાત, ટુંક સમયમાં સરકાર જાહેરનામુ બહાર પાડશે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : સગર્ભા અને સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ-19 વોર્ડ સિવાયની કામગીરી સોંપાશે.
કેરળના ઈડુક્કી જિલ્લાના રાજમલામાં ભૂસ્ખલનથી 13 લોકોના મોત : ભૂસ્ખલનમાં મજૂરોના 20થી વધુ ઘર વહી ગયા; 10 લોકોને બચાવાયા, 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા.
જમ્મુ-કાશ્મીરના નવા ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ પદભાર સંભાળ્યો, કહ્યું- બંધારણીય અધિકારોનો ઉપયોગ જનતાની ભલાઈ માટે થવો જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાયર એજ્યુકેશન અંગે થયેલા કોન્ક્લેવમાં નવી શિક્ષણનીતિ અંગે વાત કરતા કહ્યું – નવી પેઢી ખેડૂતો-મજૂરોનું સન્માન કરવાનું શીખે, તેના માટે ડિગ્નિટી ઓફ લેબર પર ભાર; હવે વોટ ટૂ થિંક નહીં, હાઉ ટૂ થિંક પર ભાર
દેશમાં કોરોનાના 20 લાખ 25 હજાર કેસઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 264 પોલીસકર્મી પોઝિટિવ, 3ના મોત; 7 દિવસમાં દુનિયામાં સૌથી વધુ 3 લાખ 97 હજાર દર્દી ભારતમાં નોંધાયા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલ રિસોર્ટમાં AK- 47 સાથે ત્રણ યુવક ઘૂસ્યા, અહીંથી બે વખત ચીની નાગરિકની ધરપકડ થઇ ચૂકી છે.
શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપલ્સ પાર્ટીએ બે તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવી : 225માંથી 145 બેઠકો પર જીત; વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી.
પોપે આર્થિક મામલાઓની દેખરેખ માટે 6 મહિલાઓને નિયૂક્ત કરી, વેટિકન સિટીમાં પહેલી વખત મહત્વપૂર્ણ હોદ્દાઓ પર મહિલા શક્તિ.
લેબનોનની રાજધાની બેરુત પોર્ટ પર થયેલ ધમાકાના મામલે 16 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી, સ્વીડન અને ફ્રાન્સ તપાસમાં મદદ કરશે.