રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય : સગર્ભા અને સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ-19 વોર્ડ સિવાયની કામગીરી સોંપાશે

ગુજરાત
ગુજરાત

કોરોનાની કામગીરી માટે જજૂમી રહેલી મહિલા કોરોના વોરિયર્સ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે . જે અંતર્ગત હવે સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ-19 વોર્ડ સિવાયની કામગીરી સોંપાશે એવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં કોરોના વાઈરસ કોવિડ-19ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૭ અન્વયે રાજ્યમાં ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- ૨૦૨૦ અમલમા છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19ની કામગીરી સંદર્ભે 18/6/2020ની એડવાઈઝરી ફોર મેનેજિંગ હેલ્થ કેર વર્કર્સ વર્કિંગ ઈન કોવિડ એન્ડ નોન કોવિડ એરિયા ઓફ ધ હોસ્પિટલની ગાઈડલાઈન મુજબ આરોગ્ય કર્મીઓને અનુસરવાની બાબતના સબ – પેરામાં જે સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મીઓ તેઓની સ્વાસ્થ્ય વિષયક જાણકારી હોસ્પિટલ ઓથોરિટીને કર્યા બાદ આવી સગર્ભા તથા સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડની કામગીરી સિવાયની કામગીરી આપવા સુચન કરાયુ છે. જેને ધ્યાને લેતાં સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય તથા ધાત્રી માતાઓ તથા તેઓના નવજાત શીશુની સ્વાસ્થ્ય સંબંધિત કાળજી લેવા અંગે આગમચેતીરૂપે પગલાં લેવા અંગે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

આ પરિપ્રેક્ષ્યમાં કોવિડ-19 હોસ્પિટલોમાં કામગીરી બજાવતી અને સગર્ભા / ધાત્રી માતાઓને કોરોના સંક્રમિત દર્દીઓના સીધા સંપર્કમાં ન આવવું પડે તે હેતુથી તથા સગર્ભા માતા અને તેના ગર્ભસ્થ શીશુનું સ્વાસ્થ્ય જળવાય તેમજ ધાત્રી માતાઓ થકી નાના બાળકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી દરેક ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલે, ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર, કોવિડ કેર સેન્ટરના પ્રશાસને સગર્ભા માતાઓ / સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડ-19 વોર્ડ સિવાયની કામગીરી સોંપવાની વ્યવસ્થા કરવાની રહેશે એમ વધુમાં જણાવાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.