અંબાજી મેળા સહિત ઓગસ્ટના તમામ તહેવારો પર પ્રતિબંધ

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે સંક્રમણ રોકવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઓગષ્ટ મહિનામાં આવતાં તમામ તહેવારો પર પ્રતિબંધ લગાવાયો છે. જેમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, તરણેતરનો મેળો, તાજીયા સહિતનો સમાવેશ થાય છે.  ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈ વિવિધ મંડળના આગેવાનોએ સરકારને  રજૂઆત કરી હતી. કોરોનાને લઈ તહેવારો પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી હતી. જેથી સરકારે ધાર્મિક તહેવારો અને પ્રતિબંધ મૂક્યો છે. કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સાથે જ ઑગસ્ટ માસમાં આવતા તમામ તહેવારોને ન ઉજવવા તેઓએ અપીલ કરી છે. તો સાથે જ ઑગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.

ગુજરાતમાં વધતાં જતાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા રાજ્ય સરકારે તમામ તહેવાર પર પ્રતિબંધ મુક્યો છે. વડોદરાની મુલાકાતમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારે જન્માષ્ટમીના સમયે ગુજરાતભરમાં લાગતા તમામ મેળાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. લોકો ઘરે જ ગણેશજીની મૂર્તિ બેસાડી શકે છે. સાથે જ ઘરે જ લોકોને મૂર્તિનું વિસર્જન કરવું પડશે. આ તરફ શ્રેય હોસ્પિટલની કરૂણાંતિકાને લઈને પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં 8 લોકો મૃત્યુ પામ્યા હતા. મુખ્યમંત્રીએ તપાસ કમિટી બનાવી છે. આગની ઘટના કેમ બની તે માટે પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે. કોઈ પણ કસૂરવારને નહિ છોડાય. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા સ્થળ તપાસ ચાલુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.