અરવલ્લી જિલ્લાનો ૭૧મો વન મહોત્સવ ભિલોડાના માંધરી ખાતે યોજાયો

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : અરવલ્લી જિલ્લા કક્ષાના ૭૧મો વન મહોત્સવ ભિલોડાના માંધરીની એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે આદિજાતિ અને વન રાજ્યમંત્રી શ્રી રમણલાલ પાટકર તથા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન શ્રી સરદારસિંહ બારૈયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં રોપાઓનું વાવેતર કરી તરૂરથનું પ્રસ્થાનન કરાવ્યું હતું.૭૧માં વનમહોત્સવને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકતા જિલ્લા પ્રભારી અને વન તથા આદિજાતિ રાજય મંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુન્શીએ આ વનની વિરાસતને જાળવવાની પરંપરા શરૂ કરી હતી. જેને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યકક્ષાના વનમહોત્સવને રાજ્યના જિલ્લાઓમાં ઉજવવાની શરૂઆત કરી અને ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોએ વન મહોત્સવ ઉજવી જિલ્લાની વિરાસત ઉજાગર કરી. આજે રાજ્યમાં ૧૯ સાંસ્કૃતિક વન તેની સાક્ષી પુરે છે.વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, જળ, જંગલ અને જમીનના સંવર્ધનથી જ પ્રકૃતિનું રક્ષણ થઇ શકે છે. તે માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી હરીયાળા ગુજરાત બનાવવા સહભાગી થવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન શ્રી સરદારસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, જનભાગીદારી દ્વારા શરૂ કરાયેલ વન મહોત્સવથી આજે રાજયના તમામ સ્થળે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરીયાની ખારાશને રોકવા ચેરના વૃક્ષો શ્રેષ્ઠ છે ત્યારે સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ ચેરના જંગલોનું નિર્માણ કરી દરીયાની ખારાશ રોકવામાં અગ્રેસર રહ્યુ છે.કાર્યક્રમમાં ઉપસ્થિત ભિલોડાના ધારાસભ્ય શ્રી ડાૅ. અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે વન મહોત્સવની ઉજવણી સાથે વૃક્ષોની માવજત કરવી પણ એટલી જરૂરી છે. તો સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.