કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ હોટલ માલીકો સાથે બેઠક યોજતાં મદદનીશ કલેક્ટર

પાટણ
પાટણ

પાટણ : અનલોક- ૨ની શરૂઆત સાથે હોટલ અને રેસ્ટોરેન્ટ ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે પાટણમાં વધી રહેલા કોવિડ-૧૯ ના કેસોને ધ્યાનમાં રાખી મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા હોટલ માલીકો સાથે બેઠક યોજી પુરતી તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
કોરોના વાયરસના સંક્રમણને ખાળવા દેશભરમાં આપવામાં આવેલા લોકડાઉન બાદ અનલોક-૨માં પુરતી તકેદારી સાથે હોટલ-રેસ્ટોરન્ટ્‌સ ખોલવાની મંજૂર આપવામાં આવી હતી. પાટણ શહેરમાં સંક્રમણનું પ્રમાણ ઘટે તે માટે જરૂરી સૂચનાઓ આપવા મદદનીશ કલેક્ટરશ્રી દ્વારા પાટણના હોટલ માલીકો સાથે બેઠક યોજી.
જેમાં વાયરસ સંક્રમણના પ્રમાણને નિયંત્રિત કરવા આરોગય વિભાગની માર્ગદર્શિકા તથા સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસીજર અનુસરવા સૂચના આપવામાં આવી. મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, હોટલમાં એક કરતાં વધારે વ્યક્તિઓ એકઠા થતા હોય છે ત્યારે પ્રવેશ સમયે થર્મલ ગન દ્વારા તેમનું ચેકીંગ થાય તથા સામાજિક અંતર જળવાય તેવી વ્યવસ્થા કરવી આવશ્યક છે. સાથે સાથે હોટલની અંદર તથા સંકુલને સેનેટાઈઝ કરવા જરૂરી છે. હોટલ સ્ટાફ દ્વારા ફેસ માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
ઉપરાંત હોટલમાં સેનેટાઈઝર તથા હાથ ધોવાની વ્યવસ્થા, શક્ય હોય ત્યાં સુધી હોટલમાં પ્રવેશનાર વ્યક્તિઓના નામ-સરનામાનું રજિસ્ટર રાખવા, પાર્કિંગ સહીતના હોટલ સંકુલમાં સામાજિક અંતર જાળવવા તથા એસિમ્ટોમેટિક હોય તેવા જ મહેમાનો તથા હોટલના કર્મચારીઓને પ્રવેશ આપવા હોટલ માલીકોને સૂચના આપવામાં આવી. બીલની ચૂકવણી સમયે કૅશલેસ પેમેન્ટ માટે જરૂરી વ્યવસ્થા કરી તેને પ્રોત્સાહન આપવા તથા શક્ય હોય ત્યાં સુધી ટેક-અવે એટલે કે ફુડ પાર્સલ સુવિધાને પણ પ્રોત્સાહન આપવા મદદનીશ કલેક્ટરશ્રીએ હોટલ માલીકોને અનુરોધ કર્યો હતો. આ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.