ધાનેરાના સામરવાડા ગામે રોડ રીપેર ન કરતા લોકોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : સામરવાડથી ફતેપુરા અને ફતેપુરાથી ધાનેરાને જોડતો માર્ગ ભારે વાહનો ચાલવાથી તૂટી જવા પામ્યા છે. તે બાબતે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં રોડ રિપેર ન થતા ગઈકાલે સ્થાનિક લોકો રસ્તા પર બેસી ગયા હતા અને ચક્કાજામ કર્યુ હતું તે બાદ સ્થાનિક તંત્ર દ્વારા રોડ રીપેરનું આશ્વાસન આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતા.
ધાનેરા અગ્રવાલ ત્રણ રસ્તા પાસે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.જેને લઈ થોડા માસ અગાઉ બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા ભારે વાહનો માટે ડીસાથી થરાદ અને થરાદ થી સાચોર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને નાના વાહનો માટે સામરવાડાથી ફતેપુરા અને ફતેપુરાથી ધાનેરા માટેનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ આ જ રસ્તા પર ભારે અને લોડિંગ વાહનો ચાલવાથી ગ્રામીણ વિસ્તાર નો રસ્તો તૂટી જવા પામ્યો છે અને આ રસ્તા પર મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે ત્યારે આ રસ્તેથી નાના વાહન ચાલકોને તેમજ સ્થાનિક લોકોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. અને વારંવાર ટ્રાફિક ને લઇ આજુબાજુના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે તે બાબતને લઇને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી.તેમ છતાં કોઈપણ જાતની કાર્યવાહી ન થતા આજે સામરવાડા ગામના લોકો રસ્તા પર બેસી ગયા હતા અને ત્યાંથી પસાર થતા તમામ મોટા વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક લોકો રસ્તા પર બેસીને ટ્રાફિકજામ કરતાં ધાનેરા પોલીસ સહીત રોડ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોએ ધાનેરાની મામલતદાર કચેરીએ આવી સમગ્ર બાબતની રજૂઆત કરી હતી તે બાદ ધાનેરાના મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રીપેર કરવાનું આશ્વાસન આપતાં મામલો થાળે પડ્યો હતો અને બે કલાક બાદ ટ્રાફિક દૂર થયું હતું અને રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ કરવામાં આવી હતી. અત્યારે તો સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આશ્વાસન આપતા લોકો રસ્તા પરથી હટી ગયા હતા અને વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો હતો તો બીજી તરફ સ્થાનિક લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે તંત્ર દ્વારા જે આશ્વાસન આપવામાં આવ્યું હતું તે મુજબ રસ્તાઓનું રીપેરીંગ કામ નહીં થાય તો આવનારા સમયમાં પણ અમે ફરીથી ઉગ્ર આંદોલન કરશું ત્યારે હવે જોવાનું એ રહે છે કે રસ્તા નું રીપેરીંગ કામ થાય છે કે ફરીથી સ્થાનિક લોકો આંદોલન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.