ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન બ્રાયન બૂથનુ નિધન થયુ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન બ્રાયન બૂથનું 89 વર્ષની વયે નિધન થયું છે.જેની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માહિતી આપી હતી.બ્રાયન બૂથના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ જવા પામી છે.બૂથે ઓસ્ટ્રેલિયા ટીમનું 29 વાર પ્રતિનિધિત્વ કર્યું હતું.જેમાં તેમણે ઈંગ્લેન્ડ સામેની 1965-66ની એશિઝ શ્રેણી દરમિયાન બે મેચમાં ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી.જેઓએ ઓસ્ટ્રેલિયા માટે 29 ટેસ્ટમાં 42.21ની એવરેજથી 1773 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન બ્રાયન બૂથ મિડલ ઓર્ડર બેટ્સમેન હતા.તેમણે તેમની પ્રથમ હોમ ટેસ્ટમા ઈંગ્લેન્ડ સામે સદી કરી હતી.તેમના મૃત્યુ બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ જવા પામી છે.