Headlines 06-08-2020 | Rakhewal
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ડીસા સહિત બનાસકાંઠાની મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફટીનો અભાવ : આગ હોનારત કે અન્ય દુર્ઘટનામાં મોટી જાનહાની થવાની શકયતા.
ધાનેરાના સામરવાડા ગામે રોડ રીપેર ન કરતા લોકોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યું : સ્થાનિક તંત્ર એ ટૂંક સમય રોડ રીપેર કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો.
પાલનપુરના સાગ્રોસણા ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરાઇ, વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ-હરીયાળો બનાવીએ : પ્રભારીમંત્રી ઇશ્વરભાઇ પરમાર.
દાંતીવાડા અને ભાખર નાની ગામની સીમમાંથી શ્રાવણીયો જુગાર રમતા ૧૧ ઝડપાયા : બન્ને જગ્યાએથી કુલ કિંમત રૂ.૨,૬૯,૧૯૦નો મુદ્દામાલ કબ્જે કરાયો.
ડીસામાં વધુ ૬ જુગારીયા ઝડપાયા, રૂ.૧૭૫૬૦નો મુદામાલ કબ્જે કરાયો.
ધાનેરા રેલવે બ્રિજના ડાયવર્ઝન પાસે ટ્રેક્ટર અટવાઇ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
અમદાવાદની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર ICUમાં ગત મધરાતે અચાનક આગ ભભૂકી : આગમાં કોરોનાના 8 દર્દીના મોત, 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા ; હોસ્પિટલ સામે FIR દાખલ કરાઈ, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ કહ્યું – તપાસ સમિતિના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.
જુનાગઢને નકશામાં દર્શાવતા રાજકોટ અને જુનાગઢમાં આમ આદમી પાર્ટીએ ઈમરાન ખાનના પૂતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા.
સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોના મોત, 15 મહિના વિત્યા, સુપ્રીમ કોર્ટ સુધીની લડત છતાં વાલીઓ હજુ ન્યાયથી વંચિત : અમદાવાદની ભીષણ આગે સુરતીઓને તક્ષશિલાની યાદ અપાવી દીધી.
સોમનાથ દર્શનથી પાટીલની 3 દિવસની સૌરાષ્ટ્ર મુલાકાત શરૂ, પેટાચૂંટણીની આઠમાંથી ચાર બેઠકો સૌરાષ્ટ્ર-કચ્છમાં છે.
સૌરાષ્ટ્રમાં વેરાવળના ઇન્દ્રોઈ ગામે વહેલી સવારે વીજળી પડતા બળદ અને ભેંસનું મોત, રાજકોટમાં 4 ઈંચ વરસાદથી ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 19 લાખ 63 હજાર કેસ : પશ્વિમ બંગાળના પૂર્વ મંત્રી શ્યામલ ચક્રવર્તીનું સંક્રમણથી મોત, સતત આઠમાં દિવસે 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ.
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સરપંચની આતંકીઓએ હત્યા કરી, 48 કલાકમાં ભાજપના નેતા પર હુમલાની બીજી ઘટના.
મુંબઈમાં પૂર જેવી સ્થિતિ : ભારે વરસાદના પગલે સ્થિતિ કફોડી, સમુદ્રના ઉંચા મોજા મરીન ડ્રાઈવના કિનારે અથડાયા, ફોર્ટ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા.
મનોજ સિન્હા જમ્મુ- કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનશે, રાષ્ટ્રપતિએ ગિરીશચંદ્ર મુર્મૂનું રાજીનામું મંજૂર કર્યુ.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં એપલ પછી નંબર. 2 બ્રાન્ડ બની.
અમેરિકાના રક્ષા મંત્રી માર્ક એસ્પરે કહ્યું- મહામારીમાં ચીનને ચરબી ચડી ગઈ છે, LAC પર સેનાને ખડકવી આંતરરાષ્ટ્રીય નિયમો વિરુદ્ધ.
વિશ્વમાં અત્યારસુધી 1 કરોડ 89 લાખ દર્દી : નજરકેદના એક દિવસ બાદ કોલંબિયાના પૂર્વ રાષ્ટ્રપતિનો રિપોર્ટ પોઝિટિવ, સ્પેનમાં લોકડાઉન બાદ સૌથી વધુ કેસ.
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર પણ શ્રીરામને ખાસ સ્થાન, અમેરિકામાં વિરોધ છતાં મોટા LED સ્ક્રીન પર બતાવ્યું રામ મંદિરનું મોડલ.
કોરોના અંગે ખોટી જાણકારી આપવા પર ટ્રમ્પ કેમ્પેનનું અકાઉન્ટ બ્લોક, કોરોના સામે બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હોવાનો દાવો કર્યો હતો.