શાઓમી ઈન્ડિયાની રેડમી સ્માર્ટફોન લાઈનઅપ માટે નવો બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા પંકજ ત્રિપાઠી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

India, 2023: દેશની અગ્રણી સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શાઓમી ઈન્ડિયા દ્વારા આજે ભારતમાં તેની સ્માર્ટફોન શ્રેણી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખ્યાતનામ અભિનેતા પંકજ ત્રિપાઠીનું નામ જાહેર કર્યું હતું. ઈનોવેશન અને ઉપભોક્તાલક્ષી ડિઝાઈન પર એકાગ્રતા સાથે શાઓમીએ ભારતીય ગ્રાહકોમાં ભરપૂર લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. બ્રાન્ડની વાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તાના સ્માર્ટફોન્સ પૂરા પાડવાની કટિબદ્ધતાએ ઉત્તમ સુમેળ સાધ્યો છે.

શાઓમી પરિવારમાં એવોર્ડ વિજેતા અભિનેતાનું સ્વાગત કરતાં શાઓમી ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ જણાવ્યું હતું કે, ‘અમે શાઓમી પરિવારમાં નવા સભ્ય તરીકે પંકજ ત્રિપાઠીને ધરાવવા માટે ભારે રોમાંચિત છીએ. શાઓમીમાં અમે હંમેશાં અપવાદાત્મક કામગીરી અને લેગ- ફ્રી ઉપયોગ સાથે અમારા ઉપબોક્તાઓને સશક્ત બનાવવા વાજબી કિંમતે ઉત્તમ વિશિષ્ટતાઓ પ્રદાન કરવા કટિબદ્ધ છે. પંકજ ત્રિપાઠી અમારા બ્રાન્ડના ધ્યેયની ખૂબીઓનું દ્યોતક છે અને તેની સમુદાયો સાથે સુમેળ સાધવાની ક્ષમતા ટેકનોલોજી બધાની પહોંચમાં લાવવાની અમારી મહત્ત્વાકાંક્ષાને વધુ મજબૂત બનાવશે. અમે માનીએ છીએ કે પંકજનો શાઓમી ઈન્ડિયા સાથે સહયોગ અમારી બ્રાન્ડને નવી ઊંચાઈએ લઈ જશે અને તેથી અમે આ સહયોગ બાબતે ભારે રોમાંચિત છીએ.

આ સહયોગ પર બોલતાં પંકજ ત્રિપાઠી કહે છે, “શાઓમી ઈન્ડિયા સાથે સંકળાવાની ખુશી છે. બ્રાન્ડ ભારતીય ગ્રાહકોની નાડ પારખે છે અને તેમના સ્માર્ટફોનમાંથી તેમને ખરેખર શું જોઈએ તે જાણે છે. શાઓમી ઈન્ડિયાએ દેશમાં એકંદર ટેકનોલોજિકલ ક્ષિતિજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને હું ઈનોવેશન, ક્વોલિટી અને એફોર્ડેબિલિટી સાથે પ્રતિકાત્મક બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારે રોમાંચિત છું. મને દરેક માટે ઈનોવેશનની બ્રાન્ડની ફિલોસોફી ગમે છે અને હું આ સહયોગને આગળ વધારવા માટે ભારે ઉત્સુક છું.”

શાઓમીની બ્રાન્ડની ખૂબીઓ વાજબી કિંમતે બધા માટે ટેકનોલોજી પહોંચક્ષમ બનાવે છે અને આને કારણે બ્રાન્ડ દેશમાં સતત સૌથી ભરોસાપાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઊભરી આવી છે. તેની સદાબહાર અભિનય કુશળતા અને રોચક વ્યક્તિત્વ માટે પ્રસિદ્ધ પંકજ ત્રિપાઠી શાઓમીનાં મુખ્ય મૂલ્યો અને ફિલોસોફી સાથે ઉત્તમ સુમેળ સાધે છે. વાસ્તવલક્ષી પ્રદર્શન અને દર્શકો સાથે જોડાણ કરવાની ક્ષમતા માટે જ્ઞાત આ સહયોગથી શાઓમીનું તેના ગ્રાહકો સાથે જોડાણ વધુ મજબૂત બનશે.

તેનાં દરેક પાત્રમાં તે અસલપણું લાવવા માટે ઓળખાય છે ત્યારે અભિનેતાનો સહજ અભિનય અને અનોખાં પાત્રોએ દેશભરમાં ઘણાં બધાંનાં મન જીત્યાં છે. પાત્રોમાં અસલપણું લાવવા માટે ઓળખાતા પંકજ ત્રિપાઠીનું વ્યક્તિત્વ બ્રાન્ડનાં મૂલ્યો સાથે ઉત્તમ સુમેળ સાધે છે અને તેને રેડમી કા ડબલ ભોસા પરિમાણ માટે આદર્શ પસંદગી બનાવે છે.

અપવાદાત્મક અનુભવ પ્રદાન કરવાનો તેમનો પ્રવાસ ચાલુ રાખવા અને તેમા ગ્રાહકોની અપેક્ષાઓની પાર નીકળતાં શાઓમીએ નાવીન્યતા લાવવાનું ચાલુ રાખ્યું છે અને સતત ઉત્ક્રાંતિ પામતી ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળતી કક્ષામાં ઉત્તમ પ્રોડક્ટ શ્રેણી લાવવાનું ચાલુ રાખશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.