મધર્સ ડે પર કિયારાએ શેર કર્યા માતા-સાસુ સાથેના ફોટો

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ મધર્સ ડે નિમિત્તે માતા અને સાસુ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. કિયારા અને સિદ્ધાર્થે ૭ ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. કિયારાએ રવિવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર માતા જેનેવિવ અડવાણી અને સાસુ રિમ્મા મલ્હોત્રા સાથેની તસવીરો શેર કરી છે. કિયારા અને સિદ્ધાર્થ ચંડીગઢમાં રાંઝણા ગીતના શૂટિંગ વખતે કે તેનાથી થોડા પહેલા પ્રેમમાં પડયા હતા.

રસપ્રદ વાત એ છે કે, આ ગીત પહેલા ફક્ત ચંડીગઢમાં જ શૂટ થવાનું હતું પરંતુ તારીખો અને સમયની સમસ્યાને લીધે ગીતનો થોડો ભાગ ખંડાલામાં શૂટ કરવાનો નિર્ણય લેવાયો હતો. દિવ્યા પંડિતે તેમના વખાણ કર્યા છે અને કહ્યું કે તેમનું જીવન લાંબા સમય સુધી સારું ચાલશે. તેમણે કહ્યું, ‘સિદ્ધાર્થ માટે કોઈ ડાઉનટાઇમ નથી. તેમણે કહ્યું કે કિયારા એક ‘અદ્બૂત’ મહિલા છે. ‘તે એક અદ્બુત વ્યક્તિ છે. કિયારા સિદ્ધાર્થ માટે ભાગ્યશાળી હશે અને તેઓના લગ્ન લાંબા સમય સુધી ચાલશે. તેઓ સામાન્ય લોકો જેવા છે.

કિયારા સિદ્ધાર્થ માટે લકી સાબિત થશે. થોડા સમયમાં તેમની પાસે એક પ્રોડક્શન હાઉસ પણ હશે. કિયારા સારી પત્ની બનશે. બે વર્ષમાં તેઓના બાળકો આવશે. દિવ્યા પંડિત કહે છે કે કપલે વધારે ના વિચારવું જોઈએ. દિવ્યાએ સિદ્ધાર્થ અને કિયારાને કેટલીક સલાહ પણ આપી હતી. દિવ્યાએ કહ્યું, ‘સિદ્ધાર્થ ઘણું વિચારે છે. તે ખૂબ વિચારે છે. તેણે આ ઘટાડવું જોઈએ. કિયારાના પરિવર્તન માટે આ સારો સમય છે. સિદ્ધાર્થના પરિવાર તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. સિદ્ધાર્થે કિયારા પાસેથી પોતાના જીવનમાં ‘પરિવર્તન’ના આ સમયનો આનંદ માણવો જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.