પાકિસ્તાનમાથી થયેલા ગુજરાતી માછીમારોની વતન વાપસી થઈ
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલ 184 ભારતીય માછીમારો વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં વડોદરા રેલવે સ્ટેશન ઉપર મત્સ્યઉદ્યોગ પ્રધાન રાઘવજી પટેલ,સચિવ ભીમજીયાની,મત્સ્યઉદ્યોગ નિયામક નીતિન સાંગવાન માછીમારોને આવકારી તેમનુ સ્વાગત કર્યુ હતુ.ત્યારબાદ તમામ માછીમારોને બસ મારફતે વેરાવળ રવાના કરવામા આવ્યા હતા.અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવ્યા હતા અને તેમના પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા.આમ પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો.જેમાં મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના 184,આંધપ્રદેશના 3,દિવના 4,મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2 લોકોનો સમાવેશ થાય છે.