દાંતીવાડાના મુખ્ય રસ્તા પર ખડકી દેવાયેલા કચરાના ઢગલાથી રસ્તો સાંકડો બન્યો
દાંતીવાડા ગામ ખાતે કચરાના ઢગ ખડકાયા. સફાઈના અભાવે મુખ્ય રસ્તો કચરાના ઢગલાથી અને રોડની સામેની સાઇડે મુકાયેલા મોટા પત્થરથી સાંકડો બન્યો છે અને એના પગલે વાહનચાલકો પરેશાન બન્યા છે. તેઓ કચરાની સફાઈ કરી રસ્તાને ખુલ્લો કરવા માંગ કરી રહ્યા છે. દાંતીવાડા મુખ્ય ગામથી બહાર નીકળતા અને જેગોલ તરફ જવાના રસ્તાની હાલત ખરાબ થઈ છે. રોડની સાઈડમાં ફેંકવામાં આવેલા કચરાના ઢગલાથી ગ્રામ પંચાયત દ્વારા સફાઈ માટે આવતી માથા દીઠની ગ્રાંટ પર સવાલો ઉઠયા છે. જો સરકાર ગામડાઓની સફાઈ માટે ગ્રાંટ ફાળવે છે તો ગ્રાન્ટના નાણાં ક્યાં જાય છે અને ગામડાઓમાં સફાઈ કેમ નથી કાર્ય કેમ કરવામાં નથી આવતું તે એક મોટો સવાલ પેદા થાય છે. હાલમાં દાંતીવાડા ખાતે આ કચરાવાળી જગ્યા પર વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. મુખ્ય રોડ પર આડેધડ ખડકેલ આ કચરો રોડ ઢાંકતા રોડ પર આમ તેમ પડેલો છે તો બીજીબાજુ રોડની સાઈડમાં એક મોટો પત્થર મુકી દેવામાં આવ્યો છે. જેથી સામસામે આવતા વાહન વચ્ચે અકસ્માત થવાની ભીતિ ઉદભવી છે. જેના પગલે વાહનચાલકો આ કચરાની સફાઈ થાય તેવી માંગ કરી રહ્યા છે.