આઈ.પી.એલ 2023માં મુંબઈનો ગુજરાત સામે વિજય થયો
આઈ.પી.એલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી.જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો ગુજરાત ટાઈટન્સ સામે 27 રને વિજય થયો છે. જેમાં મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.ત્યારે તેના જવાબમાં ગુજરાતની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 191 રન કર્યા હતા.જેમા સૂર્યકુમાર યાદવની તોફાની સદી અને રાશિદ ખાનનું ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા,ઈશાન કિશન,કેમરોન ગ્રીન,સૂર્યકુમાર યાદવ,ટિમ ડેવિડ,નેહલ વાધેરા,વિષ્ણુ વિનોદ,ક્રિસ જોર્ડન,પીયૂષ ચાવલા,કુમાર કાર્તિકેય અને જેસન બેહરનડોર્ફનો સમાવેશ કરાયો છે.
ગુજરાત ટાઇટન્સ- રિદ્ધિમાન સાહા,હાર્દિક પંડ્યા,વિજય શંકર,ડેવિડ મિલર,અભિનવ મનોહર,રાહુલ તેવટિયા,રાશિદ ખાન,મોહિત શર્મા,નૂર અહેમદ,મોહમ્મદ શમી અને અલઝારી જોસેફનો સમાવેશ કરવામાં આવ્યો.