ઉંબરી ગામની સીમમાંથી જુગાર રમતા નવ શકુનીઓ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ શિહોરી : શિહોરી પો.સબ.ઇન્સ. એસ.વી.આહિર તેમના સ્ટાફ સાથે પ્રોહી/જુગાર લગત પેટ્રોલીગમાં હતા. દરમ્યાન ઉબરી ગામની સીમમાં આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉબરી ગામની સીમમાં રબારીવાસ રોડ બાગની વાટશી નામથી ઓળખાતા ખેતરના માલીક મોતુભા બીદલસીહ વાઘેલાના ખુલ્લામાં ખેતરમાં લાઇટના અજવાળે કેટલાક ઇસમો ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા કેટલાક ઇસમો ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમતા હોઇ જેઓ પોલીસેને જોઇ નાશવા જતા પોલીસે કોર્ડન કરી મોતુભા બીદલસીહ વાઘેલા, અનજીભા કેશુજી વાઘેલા, હેમંતસીંગ અનારજી વાઘેલા, જયંતિભાઇ નેમાભાઇ રાવળ, દિનેશભા દેવુભા વાઘેલા, સિવુભા રંગતસીગ વાઘેલા, વસરામભાઇ રૂપસીભાઇ રાવળ તમામ રહે.ઉબરી તા.કાંકરેજ અને કરણજી સમસેરજી ઠાકોર તથા જવાનસંગ સોરાબજી ઠાકોર બન્ને રહે.અરડુવાસ તા.કાંકરેજને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂ.૨૪૬૪૦ તથા મોબાઇલ નંગ-૦૯ જેની કિ.રૂ.૧૮૦૦૦ મળી કુલ કિમત રૂપિયા ૪૨૬૪૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.