આજથી અયોધ્યામાં રામ રાજય

ગુજરાત
ગુજરાત

ન્યુ દિલ્હી : આધુનિક ભારતના ઇતિહાસમાં આવતીકાલ ૫ ઓગસ્ટનો દિવસ ભગવાન શ્રીરામની જન્મભૂમિ ચળવળના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. ૪૦૦ વર્ષ બાદ ભારતની ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યામાં જ્યાં ભગવાનશ્રી રામનો જન્મ થયો હતો તે વિવાદી ભૂમિ પર સુપ્રિમ કોર્ટે રસ્તો સરળ કરી આપ્યા બાદ હવે મંદિર નિર્માણનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થવા જઇ રહ્યો છે. સમગ્ર અયોધ્યા નગરીને જાણે કે નવેસરથી વસાવવામાં આવી હોય તે શણગારવામાં આવી છે. ભારે કડક અને અભૂતપૂર્વ સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન મોદી આવતીકાલે બુધવારે સવારે દિલ્હીથી અયોધ્યા રવાના થશે. અને બપોરે ૧૨.૩૦ના મહુર્તમાં શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ભવ્ય મંદિરના નિમાણ માટેની પ્રથમ પાયાની ઇંટ મૂકશે. વડાપ્રધાન અયોધ્યામાં આ સ્થળે ૩ કલાક રોકાશે અને મોદી યાદગીરીરૂપે પારિજાતનો છોડ રોપશે. સીએમ યોગીએ એવી જાહેરાત કરી છે કે જેમને નિંમત્રણ આપવામાં આવ્યું છે તેમને જ પ્રવશશ મળશે. બાકીના રામભક્તોએ ઘરે દિવો પ્રગટાવી દિવાળી ઉત્સવ મનાવે તેવી અપીલ છે.  ભારતના ઇતિહાસના સૌથી મોટા ધાર્મિ પ્રસંગે અનેક મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે. સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ થવાથી આવતીકાલે ભારતના કરોડો-કરોડો હિન્દુઓ, રામભક્તો અને જેઓ રામજન્મભૂમિ આંદોલન સાથે એક યા બીજી રીતે જાેડાયેલા રહ્યાં તેઓ ટીવીના માધ્યમથી ભૂમિપૂજનનો લાઇવ કાર્યક્રમ જાેઇને ધન્યતા અનુભવશે. સમગ્ર અયોધ્યા નગરીને પોલીસ છાવણીમાં ફેરવીને હિન્દુ સમાજના આ ઐતિહાસિક કાર્યક્રમમાં કોઇ વિઘ્ન ન નાંખે તેનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલ ભમિપૂજન બાદ ૨૦૨૪ સુધીમાં ૩ માળનો ભવ્ય રામમંદિર તૈયાર થઇ જાય તેવી ગણતરી છે. મંદિરની ડિઝાઇન ગુજરાતના સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.