ભારતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં અમેરિકા-બ્રાઝિલ કરતાં પણ વધુ કેસ નોંધાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આંકડો 18 લાખ 55 હજાર 331 થઇ ગયો છે. સોમવારે એક જ દિવસમાં 50 હજાર 488 નવા કેસ સામે આવ્યા હતા. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8968 અને આંધ્રપ્રદેશમાં 7822 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા બે દિવસથી અમેરિકા અને બ્રાઝીલ કરતા વધારે કેસ ભારતમાં સામે આવી રહ્યા છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા કોરોના પોઝિટિવ છે. તેમણે ટ્વિટ કર્યું- મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરોની સલાહ બાદ અત્યારે હું હોસ્પિટલમાં દાખલ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યો હોય તેઓ તપાસ કરાવે અને પોતાને આઇસોલેટ કરી દે.

અહીં એપ્રિલથી જૂન સુધી કોરોનાની ગતિ ધીમી હતી, પરંતુ જુલાઇ શરૂ થતા જ ગતિ વધી છે. 1 જૂનથી અનલોક-1 લાગૂ હતું જ્યારે એક જુલાઇથી અનલોક-2. પરંતુ જુલાઇમાં જૂનની સરખામણીએ લગભગ 14 હજાર કેસ વધુ રહ્યા. દેશમાં એપ્રિલમાં સંક્રમણનો દર 10.09 ટકા હતો જે 31 જુલાઇએ 4.1 ટકા પર આવી ગયો હતો. પરંતુ મધ્યપ્રદેશમાં તે રેટ 4.4 ટકાથી વધીને 8.8 ટકા સુધી પહોંચી ગયો હતો.

રાજધાનીમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલું લોકડાઉન મંગળવારે સવારે પૂર્ણ થઇ ગયું હતું. જિલ્લા વહીવટીતંત્રએ નક્કી કર્યું છે કે આ અનલોકમાં પણ કડકાઇ યથાવત રહેશે. દરેક દુકાન રાત્રે 8 વાગ્યે બંધ કરી દેવામા આવશે અને સવારે 5 વાગ્યા સુધી શહેરમાં કર્ફ્યૂ રહેશે.

રાજ્યના નાના જિલ્લાઓમાં કેસ વધી રહ્યા છે. અત્યારે બડવાનીમાં પણ 372 એક્ટિવ કેસ છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તેનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર બોર્ડર છે. ભોપાલ, ઇન્દોર અને ગ્વાલિયર જેવા જિલ્લાઓમાં વ્યવસાયિક ગતિવિધિઓ વધારે હોવાના લીધે અવરજવર વધારે રહે છે. ટ્રેનની સીધી કનેક્ટિવિટી છે. તેના લીધે આ શહેરોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.