થરાદમાંથી રાજસ્થાન લઇ જવાતો ગાંજાનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદની જીએસટી વિભાગની ટીમે શંકાના આધારે પીછો કરતાં એક જીપડાલાનો ચાલક રૂપીયા ૩૦.૬૩ લાખની કિંમતનો ૩૦૬.૩૬ કિગ્રા ગાંજાનો જથ્થો મુકીને નાસી છુટ્યો હતો. પોલીસે જીપડાલાના ચાલક સામે દ્ગડ્ઢઁજી એક્ટ મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. આ બનાવને લઇને બનાસકાંઠામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
શનિવારની રાત્રીના સુમારે થરાદના જીએસટીના અધિકારીઓ ચારરસ્તા પર ય્જી્‌ને લગતા વાહનોની ચેકીંગની કામગીરીમાં હતા. આ વખતે ય્ત્ન૩૭્‌૧૨૯૦ નંબરનું બોલેરો પીકઅપ જીપડાલું શંકાસ્પદ હાલતમાં પસાર થયું હતું. તેને રોકાવવા માટે ઇશારો કરતાં તેના ચાલકે પુરઝડપે સાંચોર તરફ ભગાવ્યું હતું. આથી જીએસટીની ટીમે તેનો પીછો કરતાં બુઢણપુર ગામની સીમમાં મુકીને નાસી છુટ્યો હતો. આ પીકઅપ ડાલામાં શંકાસ્પદ થેલા ભરેલા હોઇ થરાદ પોલીસને જાણ કરવામાં આવતાં પી.આઇ. જે.બી.ચૌધરી સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. તેમણે તપાસ કરતાં સાત થેલાઓમાં અર્ધ લીલો વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. આથી પોલીસે બે સરકારી પંચો અને જીએસટીના અધિકારીઓ સાથે સ્થળ પર જ વિડીયો રેકોર્ડીંગ સાથે વેપારીને બોલાવી મુદ્દામાલનું વજન કરાવ્યું હતું. તેમજ મધરાતે ગાંજાનું સ્થળ પરિક્ષણ કરાવવા માટે જીલ્લા કંટ્રોલમાં ફોન કરીને હ્લજીન્ ની મદદ લીધી હતી. જોકે પાલનપુરના અધિકારી રજા પર હોઇ અને તેમનો ચાર્જ પાટણના અધિકારી પાસે હોઇ એન.એન. દેસાઇ (સાયન્ટીફિક ઓફીસર) એ આવીને કીટ વડે પરિક્ષણ કરતાં ગાંજો જ જણાઇ આવ્યો હતો. જીપડાલામાં રહેલા સાત થેલાઓમાં તપાસ કરતાં તેમાં ૨૦ પેકેટ છિંકણીની સાથે ૧૪૫ પેકેટ વજન ૩૦૬.૩૬ કિગ્રા, કુલ કિંમત રૂપીયા ૩૦,૬૩, ૬૦૦ નો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ત્રણ લાખની કિંમતા જીપડાલા સાથે કુલ રૂપીયા ૩૩,૬૩,૬૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. જો કે આ જીપડાલાનો ચાલક નાસી છુટ્યો હોઇ પોલીસે તેની સામે NDPS એક્ટ ૧૯૮૫ની કલમ ૮(c), ૨૦(B), (ૈૈ)(C) મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછેકે બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાંથી રાજસ્થાનમાં માદક દ્વવ્યોની હેરાફેરીના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ જીલ્લાની એલસીબી પોલીસે થરાદમાં બે બનાવોમાં પોષડોડાની હેરાફેરી પકડી લીધી હતી. જ્યારે ગત રોજ ભાવનગર જીલ્લાના મહુવા પોલીસ મથકની હદમાં પોષડોડાનો જથ્થો એસઓજી પોલીસના હાથે ઝડપાવા પામ્યો હતો. જેમાં વાવ તાલુકાના વજીયાસર તા.વાવ જી.બનાસકાંઠાના શખસનું નામ ખુલવા પામ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.