બનાસકાંઠામાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન

Other
Other

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાયેલ તલાટીની પરીક્ષા બનાસકાંઠા જિલ્લામાં પણ શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. ત્યારે આજે પાલનપુર ખાતે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ દ્વારા પરિક્ષાર્થી ઓને તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીની ૧૨૪ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. જેમાં જિલ્લા બહારના ૩૬,૦૬૦ જેટલા પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતા. ત્યારે પોલીસ દ્વારા ૮૦૦ થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જાેકે, પાલનપુરની જી.ડી.મોદી કોલેજ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા પરિક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી, ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવતા પરીક્ષા કેન્દ્રમાં સઘન ચેકીંગ બાદ પ્રવેશ અપાયો હતો. પોલીસ દ્વારા દરેક પરિક્ષાર્થીઓને પાણીની બોટલ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રે આવેલા ઉમેદવારો માટે રહેવાની પણ વ્યવસ્થા કરાઈ હોવાનું જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું. જાેકે, પોલીસ દ્વારા પરિક્ષાર્થીઓના સ્વાગતના નવતર અભિગમને ઉમેદવારોએ પણ બિરદાવ્યો હતો. આમ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને સઘન સુરક્ષા વચ્ચે તલાટીની પરીક્ષા નિર્વિઘ્ને સંપન્ન થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.

તલાટીની પરીક્ષામાં ૧૨, ૧૨૧ ઉમેદવારો ગેરહાજર રહ્યા
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ૧૨૪ પરીક્ષા કેન્દ્રો પર ૧૨૦૫ વર્ગ ખંડમાં સીસીટીવી ની બાજ નજર હેઠળ તલાટીની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા બહારના ૩૬,૦૬૦ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જાેકે, આજે યોજાયેલી તલાટીની પરીક્ષામાં ૩૬,૦૬૦ ઉમેદવારો પૈકી ૨૩,૯૩૯ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ૧૨,૧૨૧ ઉમેદવારો ગેરહાજર રહ્યા હોવાની સાથે પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઈ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

પાલનપુરમાં તલાટીની પરીક્ષા દરમિયાન પોલીસના માનવતાવાદી અભિગમના પણ દર્શન થયા હતા. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહોબત સિંહએ અંદાજે સંખ્યા ૪૦૦ થી વધુ પરીક્ષાર્થીઓને પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં રીક્ષા ચાલકો સાથે સંકલન કરી નજીવા ભાડાના દરે બેસાડી ઉમદા કામગીરી કરી હતી.

શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર ભીલડી ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થી વિજયભાઈ સુરેશભાઈ ઓડ રહે પેથાપુર ગાંધીનગરવાળો પોતાની પરીક્ષા માટેની હોલ ટિકિટમાં લગાવવા માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો ભૂલી ગયેલ હોય અને પરિક્ષામા પ્રવેશવાના સમય પૂરો થવામાં થોડો સમય બાકી હોય જેથી વિદ્યાર્થીને તાત્કાલિક પીએસઆઈ અને ભીલડી પોલીસ સ્ટાફ દ્વારા સરકારી ગાડીમાં વિદ્યાર્થીને બજારમા લઇ જઈ સ્ટુડિયોમાથી ફોટા પડાવી વિધાર્થીને લઇને પોતાના પરિક્ષા કેન્દ્ર પર પ્રવેશવાનો સમય પૂર્ણ થાય તે પહેલાં વિદ્યાર્થીને પરિક્ષા કેન્દ્ર પર પરિક્ષા આપવા પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.