પાલનપુરના ચિત્રાસણી નજીક બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર અકસ્માત સર્જાયો
પાલનપુરના ચિત્રાસણી હાઈવે પર એક બાઈક સવારને અજાણા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. લુના બાઈક સવાર રોડ પર પટકાતા ગંભીર જાઓ પહોંચતા તેને 108 દ્વારા પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે એક લુના બાઈક સવાર પાલનપુરથી આબુરોડ તરફ જઈ રહ્યો હતો, તે સમય દરમિયાન ચિત્રાસણી નજીક પાછળથી આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે લુના બાઈક સવારને ટક્કર મારતા લુના સવાર રોડ પટકાતા તને ગંભીર જાઓ પહોંચી હતી. આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી પહોંચી 108 દ્વારા લુના બાઈક સવારની તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે.