Headlines 02-08-2020 | Rakhewal
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની તેજ રફ્તાર, ૯૯ દિવસના લોકડાઉનમાં ૨૬૬ પોઝીટીવ કેસ અને અનલોકન ૧ અને ૨ ના ૩૧ દિવસમાં ૬૩૯ કેસ નોંધાયા.
થરાદમાંથી રાજસ્થાન લઇ જવાતો ગાંજાનો જથ્થો ઝડપાયો : પોલીસે જીપડાલામાંથી રૂપિયા ૩૦ લાખ ૬૩ હજારની કિંમતનો ૩૦૬ કિલો ગાંજાનો જથ્થો કબજે લઇ કાર્યવાહી હાથ ધરી.
બનાસકાંઠામાં મનરેગા કૌભાંડના આક્ષેપોને જિલ્લા વિકાસ અધિકારીએ ફગાવ્યા : બનાસકાંઠાના સાંસદ સરકારના સમર્થનમાં ઉતર્યા.
ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધન પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ : ડીસાની બજારમાં રાખડીની ખરીદી કરવા મહીલાઓની પાંખી હાજરી જોવા મળી.
કુંભારડીના ખેડુતોની ગાંધીગીરી : માઇનોર કેનાલની જાતે જ સફાઈ કરી દીધી : અપના હાથ જગન્નાથ બનાવી બેદરકારી સેવી રહેલા નર્મદા વિભાગને લપડાક લગાવી.
અમદાવાદની બ્રેઈન ડેડ મહિલાની કિડનીથી અંબાજીની મહિલાને નવું જીવન મળ્યું : છેલ્લા અઢી વર્ષથી મહિલાને ડાયાલિસીસ કરાવવું પડતું હતુ.
રાજ્યમાં 24 કલાકમાં 32 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ જુનાગઢના વિસાવદર તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ.
સૌરાષ્ટ્રના રાજકોટમાં 48, જામનગરમાં 10 અને દીવમાં 9 કેસ નોંધાયા, ગીર સોમનાથમાં આજે બેના મોત.
ધરોઇ ડેમનું બીજું સૌથી મોટું મુખ, છેલ્લાં 16 વર્ષમાં પ્રથમ વખત જુલાઇમાં વરસાદી પાણીની આવક વગર શાંત.
ધંધુકા-ફેદરા રોડ પર ગેસના બાટલા ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ, 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, વીડિયો વાઈરલ થયો.
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાગ્રસ્ત, ડોકટરોની સલાહ મુજબ હોસ્પિટલમાં ભરતી.
અયોધ્યામાં નવા યુગની શરૂઆત : આશ્રમ અને અખાડા સજવા લાગ્યા, ચોક-ચાર રસ્તા પરનાં મંદિરોમાં ભજનોની ગૂંજ, તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી યોગી આજે ફરી અયોધ્યાની મુલાકાતે.
દેશમાં કોરોનાના કુલ 17 લાખ 51 હજાર કેસ : સતત ત્રીજા દિવસે નવા 54 હજારથી વધુ કેસ સામે આવ્યા.
ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે પાંચમાં રાઉન્ડની વાતચીત શરૂ ; ચીન LAC પર ત્રણ સેક્ટર્સમાં શક્તિ વધારી રહ્યું છે.
દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 1 કરોડ 80 લાખ કેસ : ઈઝરાયલમાં જેરુસલેમના મંત્રીનો રિપોર્ટ પોઝિટિવ, કુવૈતે 31 દેશોની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો.
અમેરિકા, બ્રાઝીલ પછી મેક્સિકોમાં સૌથી વધારે મોત, અહીંના રાષ્ટ્રપતિએ કહ્યું- ભ્રષ્ટાચાર સમાપ્ત થશે, ત્યારે જ માસ્ક પહેરીશ.