રાજ્ય સરકારે ખેડૂતો સહાય પેકેજની જાહેરાત કરી
સરકારે માવઠાથી થયેલા નુકસાન અંગે સહાયની જાહેરાત કરી છે.જેમાં ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીને લઈ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે એસ.ડી.આર.એફ ધોરણો ઉપરાંત ટોપ-અપ સહાય અપાશે.જેમાં ખેતી અને બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.13,500 ઉપરાંત વધારાના રૂ.9500 સહાય સાથે કુલ રૂ.23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.આમ વર્તમાનમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી.