ઈ – મેમોનું ટેન્શન

રસમાધુરી
રસમાધુરી

આજકાલ ટપાલીઓ – પોસ્ટમેનની જાણે કામગીરી વધી ગઈ છે. જેના જેના ઘેર વાહનો છે એના ઘેર ઈ-મેમો આવવા માંડયા છે. આટ આટલાં જાહેરનામા થાય-બહાર પડે અને લોકો હેલ્મેટ ન પહેરે. ફાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરે એ કેમ ચાલે ? બસ એવાઓને પકડો અને ઘેર કંકોત્રી મોકલીને એનું બસો ત્રણસોમાં કલ્યાણ કરી નાખો. આમ તો એ સીધી રીતે આપવાનો નથી… જરા વિચારો કે ટ્રાફિક પોલીસ તમને માથે હેલ્મેટ પહેરાવીને બચાવવા માગે છે અને તમે જાણે હેલ્મેટને વગર પહેરે મરવા જાવ છો. અમોને તમારી કેટલી બધી ચિંતા છે અને તમને તમારી જાતની પડી નથી…. તમને તો માણસ કહેવાકે ફાનસ તમને બચાવવા… તમારી સુરક્ષા માટે મેમા ઠોકવાનું ચાલું કર્યું છે. હેલ્મેટ પહેરી હોય છતાંય અકસ્માત થાય અને માથું બચી જાય પણ બીજા અંગ ભંગ થાય એમાં ટ્રાફિક પોલીસનો નહીં વાહન ચલાવનારાનો દોષ છે… શું કામ જાડા કાપડવાળ પેન્ટ કે બુશશર્ટ ના પહેર્યો…શા માટે ચંપલ પહેરીને વાહનને ચલાવ્યું…
ખેર આજકાલ ઈ – મેમા વધ્યા છે.ટપાલીઓ કહે છે. ટ્રાફિકના કાયદાને ભંગ લોકો કરે અને મેમો આપવા જવાની સુવાવડ અમારે કરવાની !
અરે એક ટપાલી એ તો સરેઆમ કહી દીધું કે – વગર મૂડીના ધંધામાં ખાતાએ ભરપૂર નફો રળવાનો અને ટાંટિયાનું તોરણ અમારે કરવાનું… સાચે જ એ બાબત એક રીતે પુરવાર થાય છે કે કરે કોઈ અને ભોગવે કોઈ…. ટ્રાફિકના નિયમો તોડે વાહન ચાલકો એ ભાર વધારો ટપાલીઓને.
ઈ-મેમા મોકલવાનું ચલણ – વલણ અમદાવાદમાં જ છે કે બીજા શહેરોમાં પણ એની ખબર નથી પરંતુ અમદાવાદનું નામ કદાચ મોખરે હશે એ નક્કી. આ અમદાવાદના વાહન ચાલકો ટ્રાફિકના નિયમો તોડવામાં માસ્ટર પીસ છે. એમને જાણે કોઈ નિયમમાં રહેવું નથી. નિયમમાં રહીએ અને નિયમ પાળી એ બાબત એમના સંસ્કારમાં નથી. ઘણાને તો મેં પાછા કહેતા સાંભળ્યા છે કે નિયમો તો બધા તોડવા માટે.
માફ કરજાે અહીં જેટલા નિયમો બનાવ્યા છે એ એક યા બીજી રીતે તુટી ગયા છે. ધુમ્રપાન અંગેનો કાયદો બનાવ્યો તો ફુંકણિયા જ્યાં મન થયું ત્યાં પીધી એનો ધુમાડો છોડવાનો આનંદ કોઈ વિલનની જેમ છોડયો. આ અંગેનો કાયદો હોવા છતાં ય ઘર, ગલી અને ગામમાં મન થાય ત્યાં પીધી… અને પોતાના દોસ્તને ધરી.કાયદો ઘડનારા જાણે મોં વકાસીને જાેઈ રહ્યા.. કદાચ બબડયા હશે ભોગ તમારા તમને કેન્સર થાય તો.
વધુ એક કાયદો દારૂ બંધીનો… એ કાયદો આવ્યો ત્યારે સમજનારા સમજતા હતા હવે પીનારા… વેચનારાઓની ખેર નથી. મરી ગયા જાણજાે..પણ…પણ..આ કાયદો બનાવનારા જ જાણે ઢીલા થઈ ગયા. અમદાવાદમાં પીનારા.. વેચનારા… એને જાેઈને પીઠ ફેરવી દેનારા અનેકોનેક છે. દિવસે તો ઠીક રાત્રે તો … કાંઈ કહેવું નથી. જાણે એવું ચિત્ર ભાસી રહ્યું છે. સરકાર કરતાં દેશના આવા ગુણીજનો ઘણા આગળ છે. ઘણા તો એમનું ગળું ખોખારીને કહેવાના અમે આગળ છીએ અને રહેવાના સત્તાવાળા લાખ ધમપછાડા કરે તો કરે શું ફેણી લેવાના છે.
આઝાદી બાદ અને કંઈક આઝાદી વખતે ડાહ્યી ડમરી લાગતી પ્રજા આજે જાણે અતિશય ડાહ્યી ડમરી બની ગઈ છે કે એના માટે બધીય બાબતના કાયદા ઘડવા પડે છે. અને એ કાયદાનું ઉલ્લંધન કરે તો દંડની પણ જાેગવાઈ… જાે કે એ વાત માનવી જ પડશે કે અહીં દંડકીય પ્રવૃત્તિથી કોઈ ડરતું નથી. ટીવી સિરિયલો કે સિનેમામાં બતાવાનું હશે કે કોઈ ગુંડો પોલીસ અધિકારીને ખખડાવતો અહીં તો સરે આમ જાેવા મળે છે. પ્રજાને જાણે કાયદાની… એની સજા કે દંડની કશી પડી નથી.
પણ વાત ઈ – મેમોની છે. ટપાલીઓનું ભારણ વધ્યું છે. કરે કોઈ અને ભોગવે કોઈ એક જણા એ તો આવેશમાં આવીને હવાલદારને લમણામાં હેલ્મેટ ઠોકી દીધી. ઉપરથી કહ્યું માથે પહેરી છે છતાંય માગે છે. અને ઠોકી પછી નજીકની ગલીમાંથી ભાગ્યો. વાત છાપે ચડી અને કરે કોઈ ને ભોગવે કોઈ સિધ્ધ થઈ ગયું. એ સમયે થયું હશે. આ પ્રજાને ગુલાબ આપીને ગાંધીગીરી કરવા દેવી ખરી ? આ લોકો તો ગધેડા કે પાડાને મારવાના દંડના લાયક છે.
છે ભૈ છૈ…
‘કોણ બોલ્યું’
ઈ મેમાને ઘણા યમરાજાનું ફફડિયું કહે છે. ઘણા કાળોતરી. ઘણા લગ્નની કંકોત્રી તો ઘણા સરકાર તરફથી આવેલી નોટિસ…

અરે ઘણા તો આ શહેરમાં સત્તાવાળાઓ જીવે છે. એની સાબિતી કહે છે. એક ગઝાલકારે… એક કવિએતો જાણે તમામ હદ આરપાર કરી નાખી એમની કાવ્ય – સાહિત્યની રચનામાં વણી લીધી આ મેમોની મોઘમને.
લોકોને મળી જતી હોય છે.
તું મને મળ્યો.ઘરમાં થયો કકળાટ
મૂલ્ય હતું રૂ ત્રણસો ઘરમાં કકળાટ કકળાટમા કહે ઘરની કામિની… વનિતા… મીનાક્ષી મને ત્રીસ રૂપિયા આપતાં
તમને મરડો, કોલેરાનો ભરડોથઈ,થઈ જાય છે.અને અહીં – સગલાને, હાસગલાને ત્રણસો રૂપાળા રોકડા ધરશો…
આ ઈ-મેમોમાં કવિએ એમની વ્યથા ઠાલવવાનો કંઈક હળવાશથી પ્રયાસ કર્યો હતો.
વાત સાચી હોય કે ખોટી – પણ જે પતિદેવાને પોતાની પત્નીને ત્રીસ રૂપિયા આપતાં… કંઈ પકોડી કે ચટણી પૂરીની પાછળ ખરચતાં પીડા ઉપડે છે. પકોડી કે ચટણી પૂરી પર પેટ ભરીને ભાષણ આપે છે. એવા પતિદેવો મેમોની રકમ હસી હસીને નહીં પણ દેશના જાગૃત નાગરિક હોવાનો દાવો કરતાં કરતાં. અધિકારીને કહે છે.. સરજી આતો આપણી ફરજ છે. ફરજને વળી કેમ કરીને ચૂકવાય ? અધિકારીપણ મૂછમાં – મૂછો બરાબર કલપ કરાવીને રાખી હોય તો કહે છે’ હાહરા જાે તો હેલ્મેટ પહેરી હોત તો આ દશા થાત ખરી ? કરે કોઈ અને ભોગવે કોઈ …
એક જમાનો હતો. ત્યારે ચાર રસ્તે વાહન ચાલકને પકડવામાં આવ તો ત્યારે પોલીસ અધિકારી પૂછતો… આ છે ? ના… પેલું છે ના… ગાડીના કાગળિયા છે.. ના ખિસ્સામાં રૂપિયા છે ? હા…
‘તો આટલા લાવો.’ ‘થોડા ઓછા કરોને … ’
અને એ જમાનો પતી ગયો. હવે જે ઈ -મેમાનો જમાનો આવ્યો. સીધો ત્રણસોનો કે સોનો ચાંદલો ભરી દો.. નો ડબડબનો બડબડ…નો એમાં કશી મગજમારી.સત્તાવાળાઓએ ઠીક કર્યું છે કે નહીં ખબર નથી પણ જેના ઘેર આ કંફ ઉતરી આવે છે. એના તો ક્યાંક હોશહવાલા ઉડી જાય તો ક્યાંક કહે છે. – આ અમદાવાદમાં વગર હેલ્મેટ ફરતી છોડીઓને ભરાવો. પછી હું ભરીશ’…‘હે’ ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.