થરા શ્રી ઝાઝવડા વાળીનાથ મહાદેવ મંદિરે રક્ષાબંધનનો મેળો-જન્માષ્ટમી મહોત્સવ મોકુફ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરા : કાંકરેજ તાલુકાના થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી એવું પ્રાચીન ઝાઝવડા વાળીનાથ મહાદેવ તીર્થ આવેલ છે. જયાં વર્ષોની પરંપરા મુજબ મહા શિવરાત્રી અને રક્ષાબંધનના દિને લોકમેળા તથા જન્માષ્મીએ ભરવાડ ગોપાલક સમાજના નરનારીઓ દર્શનાર્થે આવી બે દિવસ રોકાણ ભગવાનશ્રી કૃષ્ણના ગુણગાન ગાઈ ઉત્સવ મનાવે છે. ચાલુ સાલે નોવેલ કોરોના કોવિડ-૧૯ના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી કેન્દ્‌ -રાજય સરકારની ગાઇડ લાઈનનો ચુસ્ત અમલ થાય એ રીતે ઝાઝવડા વાળીનાથ મહાદેવ તીર્થના મહંત પૂ.ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરીજી મહારાજે તમામ ભક્તો શ્રધ્ધાળુઓ,દર્શનાર્થીઓને જણાવેલ છે કે આ કપરા સમયે લોકસલામતી માટે મેળા-મેળાવડા બંધ રાખેલ છે. એટલે રક્ષાબંધનનો મેળો કે જન્માષ્ટમી મહોત્સવ નહી થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.