તમારા નસીબના દ્વાર તમે જ ખોલી શકો છો…
રોજ સવારે સુરજ ઉગે અને સાંજે અસ્ત થાય છે. સાંજ પડે ચાંદ નીકળે છે તે સવારે સુરજ ઉગતાં ચાંદ અસ્ત થાય છે. આ સમય દરમ્યાન હજારો, લાખો કે કરોડો નાના મોટા જીવસૃષ્ટી પર પેદા થતા હશે અને કેટલાય જીવો મૃત્યુ પામતા હશે. માણસ અને અમુક મોટા જાનવરો સિવાય કોઈના જન્મની કે મૃત્યુની નોંધ લેવાતી નથી. નાના જીવોના જન્મ અને મૃત્યુની નોંધ લેવી આ ચેલેન્જીંગ વાત છે જે પ્રેકટીકલી પોશીબલ નથી.
ઘણાં એવા દ્રશ્યો આપણી નજરે ચડતા હોય છે પણ આપણે એ દ્રશ્ય પરના ધ્યાન નથી આપતા. કેમ કે તેના કરતાં વધુ ઈમ્પોર્ટન્ટ કામમાં બીઝી હોઈએ છીએ. રસ્તે ચાલતા મારી નજર એક મકોડા પર પડી તે બીજા એક મકોડાને ઉંચકીને જતો હતો. આમ તો આ સામાન્ય વાત છે પણ મને મકોડામાં રસ પડયો,વિચાર આવ્યો કે કોણ જાણે કયાંથી કેટલે દુરથી બીજા મકોડાને ઉંચકીને આવ્યો હશે. શું એ મકોડો બીમાર હશે ? ઘાયલ હશે ? કે મૃત્યુ પામ્યો હશે.. આ મકોડો બીજા મકોડાને ઉંચકીને લઈ જાય છે.તેનું કાંઈક તો કારણ હશે જ. જાે એ લોકોના ડૉકટર હોસ્પિટલ હોત તો કદાચ ત્યાં લઈ જતો હોઈ શકે તેવું વિચારી શકત. તો શું એ તેના ઘેર લઈ જતો હશે, કદાચ કોઈ ફેમીલી મેમ્બરહોય કે પછી તેને દફનાવવી લઈ જતો હશે ?
આ મકોડો કેમ બીજા મકોડા માટે આટલી તકલીફ લઈ રહ્યો છે ? આટલી વારમાં આટલા વિચારો આવ્યા તેટલી વારમાં આ મકોડો સારી એવી મંજીલ કાપી ચુકયો હતો. પહેલા કેટલા ફૂટ દુરથી એ આ રીતે આવ્યો તે તો તે જ જાણે. પણ મારી નજર પડી અને મેં ઓબ્ઝર્વ કર્યું તે પ્રમાણે ત્યાંથી લગભગ ૬૦-૭૦ ફુટ સુધીની મકોડાની આ મુસાફરીનો હું આઈ વીટનેસ હતો. આ સીમેન્ટ કે ડામરનો સીધો રોડ નહીં એક ગામનો ખાબડ ખુબડ રસ્તો જ્યાં રસ્તામાં નાના મોટા ખાડાઓ, પથરા, ઘાસફુસ જેવા અનેક અવરોધોનો સામનો કરતો આ મકોડો અવિરત આગળ વધી રહ્યો હતો. એટલું જ નહીં ઉંચકેલો મકોડો એક પણ તેની પકડમાંથી છુટી નીચે નહોતો પડયો. એ સમયે મારી પાસે વીડીયો કેમેરો હોવો જાેઈતો હતો. ત્યાર પછી એ કેટલું આગળ ગયો હશે તે તો તે જ જાણે. મેં જે જાેયું ત્યાં સુધી એક જ સ્પીડે તે આગળ વધી રહ્યો હતો. કોણ જાણે બીજી કેટલી મંજિલ તેને હજુ કાપવાની બાકી છે..
માણસો જીવનની દોડમાં એકલા દોડતાય થાકી જઈએ છીએ. કયારેક દોડ અધુરી મુકી દઈએ છીએ અને કહી દઈએ છીએ કે, મારા માટે નકામું છે. આમાં કોઈ ફાયદો દેખાતો નથી. તો પછી આ દોડમાં જાેડાયા શું કામ ? દોડ શરૂ કરતાં પહેલાં શું નહોતું વિચાર્યું ? પણ દ્રાક્ષ હાથ ન આવી એટલે તે ખાટી છે, હતી માટે છોડી દીધી. આ જ તો ફરક છે હોંશિયાર માણસોને મીયા પડે તોય તગડી ઉંચી જેવી વાત છે. મોટા ભાગે દરેક માણસો એમ જ વિચારતા હોય છે કે તેઓ જે વિચારે છે જે કાંઈ કરે છે એ જ સાચું છે. સાચું હોય તો તેના જેવું સારૂં કાંઈ નહીં પણ ખોટું હોય તોય પોતાનો કક્કો જ સાચો છે તેવું માને છે.
અગાઉથી નક્કી કરેલા સમયે પ્રવિણભાઈ આવ્યા. હું અને ડૉ.કૌશલ બેઠા હતા. પ્રવિણભાઈએ આવી બેસતા જ તેમની વાત શરૂ કરી જણાવ્યું કે, સાહેબ મને બિઝનેસમાં ખુબ રસ છે. મારે બીઝનેસ જ કરવો છે. અત્યાર સુધીમાં ત્રણ ચાર અલગ અલગ બીઝનેસ કર્યા પણ એકેયમાં હું સેટ ન થઈ શકયો. મને લાગ્યું કે, બીઝનેસ કરવો એ કદાચ મારા નસીબમાં જ નથી. એટલે મેં જયોતિષીની હેલ્પ લીધી. તેમણે આપેલા ગ્રહ માટેના મંત્રના જાપ કર્યા. ગ્રહની નડતર દુર કરવા જયોતિષીએ કહ્યું તેમ દાન દક્ષિણા સાથે વાર કર્યા. પહેલા એકટાણા, ફાયદો ન થયો. એટલે ઉપવાસ કરવા કીધું, ઉપવાસો કર્યા, ગ્રહના નંગની વીંટી બનાવડાવી.
પહેરી પણ બધું નકામું ગયું. એવામાં એક મેગેઝીનમાં તમારો આર્ટીકલ વાંચ્યો પછી થોડા દિવસ વિચારમાં ગયા, ફરી આર્ટીકલ વાંચતા થયું કે, આજ સાચી જગ્યા છે, જ્યાં મારૂં કામ થઈ જશે. એટલે જ લાસ્ટવીક આવી એપોઈન્ટમેન્ટ લઈ ગયો. હવે તમે જ કહો કે મારે શું કરવું જાેઈએ ? તેમને પુછયું કે અત્યારે તમે શું કરો છો ? પ્રવિણભાઈએ કહ્યું સાહેબ છ મહીનાથી કરીયાણાની દુકાનોમાં ખાંડની બોરી, ગુણીઓ સપ્લાય કરૂં છું. પણ હજી સેટ નથી થયો પુરતા ઓર્ડર નથી મળતા જે ઓર્ડર મળે છે તે લોકો પાસેથી પેમેન્ટ ખુબ લેટ આવે છે. એટલે મારો નફો તેમાં જ જતો રહે છે.
બીજી આઈટમ શરૂ કરવા બીજા રૂપિયા જાેઈએ. વધુ ઈન્વેસ્ટમેન્ટ માટે મારી પાસે કોઈ સગવડ નથી.બીજા બધાનું કામ ચાલે છે, હું કદાચ સારી રીતે વાત નથી કરી શકતો. વાત કરવા અચકું છું. નવા વેપારીઓ પાસેથી ઓર્ડર લેતાં ડર લાગે છે. કદાચ એટલે જ હું પાછળ પડું છું. ડૉ.કૌશલે કહ્યું તમારો પ્રોબ્લેમ તમને ખબર છે તમે જાતે પણ થોડી હિંમત કેળવી લો તો તમારો પ્રોબ્લેમ સોલ થઈ શકે તેમ છે. પ્રવિણભાઈએ કહ્યું, સાહેબ હવે જે કરવું હોય તે તમે જ કરો. હું બીઝનેસ તો કરી શકીશ ને ? ડૉ.કૌશલે કહ્યું, ‘હા’ ચોક્કસ કરી શકશો.તમારા મનમાં રહેલા ડર અને ખોટી વાતો નીકળી જતા બીઝનેસ કરવો ઈઝી થશે પણ આને માટે તમારે કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ માટે અહીં રેગ્યુલર ટ્રીટમેન્ટ (સીટીંગ) લેવા આવવું પડશે. પ્રવિણભાઈ આ સારવાર વિશે કાંઈ જાણતા નહોતા એટલે ડીટેલમાં સીટીંગની પ્રક્રિયા અને થેરાપી વિશે સમજાવતા. પ્રવિણભાઈ રાજી થયા કે, હાશ મારે કોઈ દવા નથી લેવાની. સાહેબ આમેય હું દવા લેવાનો ચોર છું. તમારી ટ્રીટમેન્ટ મને વધુ ફાવશે.
પ્રવિણભાઈ એ ટ્રીટમેન્ટ માટે સવારનો સમય માગ્યો એટલે તે પ્રમાણે ટાઈમ સેટ કરી પ્રવિણભાઈની સીટીંગ ડૉ.કૌશલે શરૂ કરી.સીટીંગ શરૂ થતા પ્રવિણભાઈનું માઈન્ડ અને બોડી રીલેકસ થતું અનુભવ્યું. દરેક સીટીંગમાં તેમનો કોન્ફીડન્સ વધવા લાગ્યો અને તેમની સેલ્સમેનશીપ ઈપ્રુવ થતાં તેમનો બીઝનેસ ઈમ્પ્રુવ થવા લાગ્યો. હવે પ્રવિણભાઈ દરેક વહેપારી સાથે કોન્ફીડન્સ સાથે વાત કરતા. તેમનો ડર દુર થતા નવી પાર્ટીઓના ઓર્ડર લેવામાં આનંદ થવા લાગ્યો.
સીટીંગ્સ પુરી થતાં પહેલાં તો પ્રવિણભાઈ અચકાયા વગર વાત કરતા થઈ ગયા. પ્રવિણભાઈ સમજી ગયા કે બીઝનેસ કરવા માટેના આ પહેલાના દરેક ઉપાયો સમય અને રૂપિયાનો બગાડ કર્યો. સાથે મહિનાઓ સુધી જપ તપ કર્યા અને અહીં ફકત દશ દિવસમાં એટલે દશ સીટીંગ્સમાં તો પ્રવિણભાઈનું વ્યક્તિત્વ જ બદલાઈ ગયું તેમના કહેવા પ્રમાણે તેમના ઘરના સર્વે મિત્રો અને વહેપારીઓ વિચારમાં પડી ગયા કે આ બધું કયાંથી થયું ? જવાબમાં પ્રવિણભાઈ કહેતા કે ડૉ.કૌશલ અને ડૉ.જલપાના હાથમાં જાદુ છે, જશ છે મેં જાેયુું કે તેમની પાસે જનાર બધાને ફાયદો થાય એ સામાન્ય છે. મારે હિસાબે તો કોઈપણ સોલ્યુશન માટે સીધા પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં જ જવું જાેઈએ. માનસિક મનો શારીરિક રોગોની સારવાર કે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો.