સુદાનના ગૃહ યુધ્ધમા ભારતના નાગરિકો ફસાયા
આફ્રિકન દેશ સુદાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા ભારત સરકાર માટે ચિંતાનો વિષય બની રહી છે.સુદાનમાં સ્થિતિ ગંભીર છે.જ્યાં 4000 ભારતીય નાગરિકો ફસાયા છે.ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકરે સુડાનની સ્થિતિનો તાગ મેળવવા માટે સાઉદી અરબ,યુએઈના વિદેશ મંત્રીઓ સાથે ચર્ચા કરી છે.આમ સુદાનની આર્મી અને પેરામિલિટરી ફોર્સીસ વચ્ચેથી શરૂ થયેલા જંગમાં 270 લોકો માર્યા ગયા છે.જ્યારે બીજીતરફ ભારત સરકાર ભારતીયોને સલામત રીતે પાછા લાવી શકાય તે નિશ્ચિત કરવા માંગે છે.ભારત સુદાનમાં આવેલી પોતાની એમ્બેસી પર સતત નજર રાખી રહ્યુ છે.જેને લઈ વર્તમાનમાં વિદેશ મંત્રાલય દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.ત્યારે ભારત સરકાર અમેરિકા,બ્રિટેન,સાઉદી અરબ અને યુએઈ સરકાર સાથે સતત સંપર્કમાં છે.