ડીસામાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું, બપોરે નવા ૭ દર્દી ઉમેરાયાં

ગુજરાત
ગુજરાત

ડીસામાં કોરોના બેકાબૂ બન્યો હોય તેમ દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આજે બપોરના સમયે ડીસામાં ૭ નવા દર્દીઓનો ઉમેરો થતાં કુલ કેસની સંખ્યા ૮૩૯ પહોંચી છે. આજે નવા કેસો આવતાં તેમના સંપર્કમાં આવેલા સહિત સોસાયટીના રહીશો ચોંકી ઉઠ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંપર્કમાં આવેલાની શોધખોળ હાથ ધરાઇ છે.

બનાસકાંઠાના ડીસામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ છે. આજે બપોરના સમયે ડીસામાં એકસાથે ૭ લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં દોડધામ મચી છે. આજે ડીસાના નેસડામાં રહેતા ૨૨ વર્ષિય પુરૂષ, ભીલડીમાં રહેતાં ૩૫ વર્ષિય મહિલા, સોડપુરમાં રહેતા ૪૧ વર્ષિય પુરૂષ, ચંદ્રલોકમાં રહેતાં ૬૮ વર્ષિય પુરૂષ, વડલીફાર્મમાં રહેતાં ૩૫ વર્ષિય મહિલા અને સાર્થક બંગ્લોઝમાં રહેતાં ૬૫ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અનલોકમાં મળેલી છૂટને કારણે જીલ્લામાં દરરોજ ડબલ આંકડામાં નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આ તરફ વાહન વ્યવહાર પણ બેફામ બનતાં અને જીલ્લા બહાર અપડાઉન વધતાં ચેપનો ફેલાવો ઝડપી થઇ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત આજે નોંધાયેલા ૭ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.