અને શરીરના અંગો ઝઘડી પડયા…!

કલરવ
કલરવ

એક દિવસ શરીરનું હૃદય, લોહી, ફેફસા, કીડની, લીવર વગેરે વચ્ચે ઝઘડો થઈ ગયો. આ બધા અંગો શરીરના આંતરિક અંગો હતા. દરેક જણ પોતાના કામને વધુ મહત્વ આપતા હતા.
લોહી કહેવા લાગ્યું, જાે હું એક ક્ષણ માટે વહેવાનું બંધ કરી દઉં તો તમારા બધા પર મુસીબત આવી જાય. ફેફસા એ ફુલતાની સાથે જ કહ્યું, ‘ચૂપ રહો, હું જાે શ્વાસમાંથી પ્રાણવાયુ ગ્રહણ ન કરૂં તો તમે બધા શુદ્ધ નહીં રહી શકો. મારા દ્વારા ગ્રહણ કરવામાં આવેલ પ્રાણવાયુના સહારે જ તમે બધા સારી રીતે કામ કરી શકો છો સમજ્યા ?
ત્યાં જ શાંત બેઠેલું હૃદય બંને જણાને ચુપ કરતાં કહ્યું, તમે બંને જણા બહુ બોલી ચૂકયા.આખું શરીર મારા ધબકવાથી કાર્યરત રહે છે. જાે હું ધબકવાનું બંધ કરી દઉં તો સમજી લેજાે બધું જ રોકાઈ જશે. આ શરીરમાં સૌથી મહત્વનું કાર્ય મારૂં જ છે.
હૃદયની વાત જ્યાં પુરી થઈ એટલે લીવર બોલી ઉઠયું, મારી વાત સાંભળો. જાે હું ભોજનને સારી રીતે પાચન થઈ ગયા બાદ એમાંથી વિટામીન મીનરલ, એન્ઝાઈમ વગેરે તત્વોને કાઢીને તમારા સુધી પહોંચાડું છું. જાે આ તત્વોને તમારા સુધી ન પહોંચાડું તો તમારા બધાનું કામ બંધ થઈ જશે.
ત્યાં જ થોડેક દુર બેઠેલી કીડની બોલી, ‘તમે બધા જાણતા નથી મારા કાર્યને. મારૂં કામ સૌથી મહત્વપૂર્ણ છે. જાે હું શરીરમાંથી બધી ગંદકીને સાફ ના કરૂં તો બધો જ કચરો શરીરની અંદર ભેગો થશે અને સમય જતા શરીર કચરાનો ઢગલો બની જશે સમજયા ?
જાેતજાેતામાં બધા વચ્ચે ચર્ચા ઉગ્ર બનતી ગઈ. કોઈ ચુપ રહેવા માંગતું જ નહોતું. આ બધાની ચર્ચા મગજ શાંતિથી સાંભળતું હતું. જયારે લોહી, હૃદય, ફેફસા, કીડની, લીવરનો ફેંસલો ના થયો. ત્યારે તે મગજ બધાની વચ્ચે આવીને કહેવા લાગ્યો, ‘જુઓ તમે બધા શા માટે અંદરોઅંદર ઝઘડો છો ? આપણામાંથી કોઈપણ મહાન અને મહત્વના નથી.
આ સાંભળીને બધા એકદમ બોલી ઉઠયો, તમે આ શું કહી રહ્યા છો ? આમ કેવી રીતે બની શકે ? આપણામાંથી કોઈક તો વધુ મહત્વ ધરાવતું હશે ને ?
તમે મારી વાત ધ્યાનપુર્વક સાંભળો. બધા જ પોત પોતાનું કાર્ય કરી રહ્યા છે. બધાનું કામ અતિ મહત્વનું છે. બધા એકબીજાની સાથે જાેડાયેલા છે એટલે એકબીજાને મદદ પણ કરે છે. જાે કોઈપણ એક અંગે પોતાનું કાર્ય અટકાવી દીધું તો એનો પ્રભાવ શરીરના અન્ય અંગો પર પડે છે.
મગજની વાત બધા જ અંગો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. મગજ આગળ કહેવા લાગ્યો, માની લો કે ફેફસા એ પોતાનું કાર્ય રોકી દીધું તો લોહીને શુદ્ધ થવાને માટે પ્રાણવાયુ નહીં મળે. લોહીનો પ્રવાહ હૃદયની તરફ આગળ નહીં વધે તે સમયે હૃદયને કાર્ય કરવાનું અતિ મુશ્કેલ બની જશે.
‘આ જ પ્રકારે લીવર જાે ખોરાકનું પાચન સારી રીતે નહીં કરે તો શરીરના બાકીના અંગોને પોષણ આપતા તત્વોઃવિટામીન, મીનરલ એંજાઈમ નહીં પહોંચે ત્યારે અન્ય અંગો કમજાેર પડી જશે ત્યારે બધા અંગો પોત પોતાનું કાર્ય બંધ કરી દેશે. જાે કીડનીએ પોતાનું કાર્ય બંધ કરી દીધું તો શરીરમાં ગંદકી, જમા થઈ જશે. આખા શરીરમાં ઝેર ફેલાતા વ્યક્તિ બિમાર પડી જશે.
જ્યારે બધા પોત પોતાનું કાર્ય પુરી જવાબદારીથી કરીશું ત્યારે આખા શરીરનું સંચાલન સારી રીતે થશે અને શરીર સ્વસ્થ, દીર્ઘાયુ બનશે.
મગજે જે કાંઈપણ કહ્યું તેની બાકીના અંગો પર સારો એવો પ્રભાવ પડયો. બધા જ અંગો એની વાત સમજી ગયા. બધાએ અંદરોઅંદર ચર્ચા કરી કે ઝઘડયા કરતા આપણે જે કાર્ય કરવાનું છે તે પુરી ઈમાનદારીથી અને સારી રીતે કરવું જાેઈએ. ત્યારબાદ શરીરના અંગો પોત પોતાનું કાર્ય સારી રીતે કરવા લાગ્યા. ત્યારબાદ શરીરના અંગો કયારેય ઝઘડયા નથી અને પોત પોતાનું કાર્ય કરવા લાગ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.