દેશમાં કોરોનાના ૫૨ હજાર કેસ : ૭૭૫ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં અનલોક-૨ના ૨૯મા દિવસે એટલે કે બુધવારના ૨૪ કલાકમાં અધધ..૫૦ હજાર કરતાં વધારે કોરોનાના કેસો સામે આવતાં કેસોના અત્યારસુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. આજે ગુરૂવારે સવારે છેલેલાં ૨૪ કલાકના કેસોના આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે રેકોર્ડબ્રેક ૫૨,૨૬૩ કેસો સામે આવ્યાં હતા.કેસોનો આંકડો ૧૬ લાખની નજીક ૧૫,૮૪,૬૦૦ પર પહોંચી ગયો હતો. આ જ સમયગાળામાં જાે કે ૩૨,૮૮૬ દર્દીઓ સાજા પણ થયા હતા અને તે સાથે સાજા થનારા લોકોનો આંકડો ૧૦ લાખને પાર થએને ૧૦,૨૧,૬૬૮ પર પહોચ્યો હતો. છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૭૭૫ના મોત પણ થયા હતા. અને તે સાતે મૃત્યુઆંક વધીને ૩૫ હજારની ઉપર પહોંચી ગયો હતો. નવાઇ લાગે તેમ હવે મહારાષ્ટ્રના સ્થાને આંધ્રપ્રદેશમાં ૧૦ હજાર કરતાં વધુ કેસો બહાર આવ્યાં હતા. જ્યારે મહારાષ્ટ્રમાં બીજા નંબરે ૯,૨૧૧ કેસો નોંધાયા હતચચા.ત્રીજા નંબરે તામિલનાડુમાં ૬,૪૨૪ કેસો નોંધાયા હતા. અનલોક-૩નો પહેલી ઓગસ્ટથી અમલ થઇ રહ્યો છે અને વધુ છૂટછાટો સાથે લોકોની વધારે અવરજવર વધતાં કેસો વધવાની શક્્યતા નકારી શકાય તેમ નથી. તામિલનાડુએ ૩૧ ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવીને દર રવિવારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૫૨ હજાર ૨૬૩ નવા દર્દી વધ્યા હતા.. ચાલુ સપ્તાહમાં આ બીજી વખત બન્યુ છે જ્યારે સંક્રમિતોનો આંકડો ૫૦ હજારને પાર થઈ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.