બનાસકાંઠામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે એકસાથે નવા 23 દર્દી

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ હવે કાબૂ બહાર જઇ રહ્યુ છે. આજે જીલ્લામાં કોરોનાના એકસાથે 23 કેસ આવતાં હાહાકાર મચી ગયો છે. આજે ડીસામાં 11, ધાનેરામાં 3, દિયોદરમાં 2, વાવમાં 6 અને ભાભરમાં 1 મળી કુલ 23 દર્દીઓનો ઉમેરો થયો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી આજે નોંધાયેલા દર્દીઓને તાત્કાલિકા આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે એકસાથે નવા 23 કેસનો ઉમેરો થતાં જીલ્લામાં કુલ કેસનો આંકડો 827 પહોંચ્યો છે. આજે નોંધાયેલા કેસોમાં સૌથી વધુ ડીસા શહેરમાં 11 કોરોના દર્દીઓ આવતાં સોસાયટીના રહીશો ચોંકી ઉઠ્યા છે. આ સાથે વાવમાં પણ 6 કેસ આવતાં લોકલ સંક્રમણ બેકાબૂ બન્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન મુજબ દર્દીઓના એકદમ નજીક અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ કરી હોમ ક્વોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠામાં નવા 23 કેસ….
1.શાહ વિશાલભાઈ બાબુલાલ
ચીભડા, તા.દિયોદર
2.ભારાઈ વિનાબેન પાંચાભાઈ
કેશરકૃપા સોસાયટી, વાવ
3.રબારી સાગરભાઈ નાગજીભાઈ
ધરણીધર, તા. વાવ
4.વોરા સંગીતાબેન જીજ્ઞેશભાઈ
5.વોરા રાજવી જીજ્ઞેશભાઈ
બન્ને ખીમાણાવાસ, તા.વાવ
6.પ્રજાપતિ રાજેશભાઇ વશરામભાઈ
બુકણા, તા. વાવ
7.પંડ્યા ગોમતીબેન રગનાથભાઈ
મોરિખા તા.વાવ
8.વિજયભાઈ હરિલાલ શાહ
ધાનેરા
9.ભાવનાબેન દિનેશભાઈ બજાણીયા
ધાનેરા
10 લતાબેન કરણસિંગ રાજપૂત
ધાનેરા.
11.બીબીબેન બતુલાલ અંસારી
ડીસા
12.પ્રશાંતભાઈ નવીનભાઈ સોની
કિશોરપાર્ક, ડીસા
13.જયશ્રીબેન નવીનભાઈ સોની
કિશોરપાર્ક, ડીસા
14.દીપિકાબેન રાજેશભાઇ ડબગર
ચંદ્રલોક ભાગ – 2, ડીસા
15.ડિમ્પલબેન જયેશભાઇ ડબગર
રાજપુર
16.નિરવભાઈ જિતેન્દ્રકુમાર પરમાર
નવરંગ પાર્ક, ડીસા
17.શાંતુભા હરિસિંગ જાદવ
વેલાવાપુરા, તા. ડીસા
18.જીજ્ઞેશભાઈ બાબુલાલ પટેલ
અમી સોસાયટી, ડીસા
19 ગીતાબેન જગદીશભાઈ સોની
અંબેશ્વર સોસાયટી, ભાભર
20.મુનિરખાન બીસમિલાખાન ઘાસુરા
જુનાડીસા
21 વિમળાબેન અમૃતભાઈ સોની
કોટડા તા.દિયોદર
22 સુશીલાબેન રામપ્રસાદ ચોરસિયા
ડીસા
23.યુસફખાન આમીનખાન ઘોરી
જુનાડીસા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.