વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય આપે છે – દાઢી-મૂંછ

રસમાધુરી
રસમાધુરી

પ્રાચીન કાળથી જ માનવના અંગો વીશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.જેથી એના લક્ષણોના આધાર પર એનું ભવિષ્ય જાણી શકાય છે. આ અભ્યાસ ને સામુદ્ધિક શાસ્ત્રના નામથી ઓળખવામાં આવે છે.આ શાસ્ત્રના ત્રણ અંગો હોય છે-મુખાકૃતિ વિજ્ઞાન, હસ્તરેખા વિજ્ઞાન તથા પદલક્ષણ વિજ્ઞાન. જાે કે પ્રાચીન કાળથી જ લોકો દાઢી-મૂંછ રાખતા આવ્યા છે.અને આજે પણ તેઓ રાખે છે.પરંતું બધાની દાઢી-મૂંછ રાખવા નીપદ્ધતિ એક સમાન નથી.કોઈ લાંબી દાઢી રાખે છે તો કોઈ નાની દાઢી રાખવાનું પસંદ કરે છેે.કોઈની દાઢી ફ્રેચ કટ તો કોઈની ઝીણી દાઢી જાેવા મળે છે.

સાધારણ રીતે આપણે સમજીએ છીએ કે લોકો પોતાના શોખ ખાતર અને નવી ફેશન અનુરૂપ પોતાની દાઢી-મૂંછ રાખે છે.પરંતુ સચ્ચાઈ એટલી જ નથી.વાસ્તવમાં સચ્ચાઈ એ છે કે આ શોખ અને ફેશન ની પાછળ મનુષ્ય નું વ્યક્તિત્વ છુપાયેલું હોય છે. જેનુ જેવુ વ્યક્તિત્વ હોય છે.એના અનુરૂપ તે પોતાની દાઢી-મૂંછ રાખવાની શૈલીને પણ પસંદ કરે છે. કેટલાંક લોકો લાંબી દાઢી રાખવાનું પસંદ કરે છે.

એમની દાઢી એમના ચહેરા પર પૂરી ગીચતાની સાથે જામેલી હોય છે.અને નીચે પ્રાયઃછાતી સૂધી લાંબી હોય છે.સાથોસાથ તે અણીદાર પણ હોય છે. આવા લોકો પ્રાયઃગંભીર,સંયમી અને ચિંતન-મનનની પ્રવૃતિવાળા હોય છે. એનનામાં દ્દઢ વિશ્વાસ,સહનશીલતા અને પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પણ સહન કરવાની શક્તિની ક્ષમતા રહેલી હોય છે.લાંબી દાઢી આધ્યાત્મિક રૂઝાન નું પણ પ્રતિક મનાય છે.એટલે જ સાધુ-સંતો પોતાના ચહેરા પર લાંબી દાઢી રાખે છે.

કેટલાંક લોકો લાંબી દાઢી તો રાખે છેે.પણ આ લાંબી દાઢી અણીદાર હોતીનથી.પરંતુ નિચે થી બે ભાગોમાં વ્હેચાયેલ પ્રતીત થાય છે.આવી વ્યક્તિઓનું વ્યક્તિત્વ પણ બે ભાગોમાં વ્હેચાયેલું હોય છે.ક્યારેક તેઓ શાંત,સ્થિર અને ગંભીર હોય છે. પરંતુ વિષમ પરિસ્થિતિમાં આવા લોકો ક્યારેક ચંચળ,અસ્થિર અને ઉત્તેજિત પણ થઈ જતા હોય છે.વાસ્તવમાં આવી દાઢી વ્યક્તિની અંદર ચાલતી બે વિચારધારાઓનું પ્રતિક હોય છે.આવી દાઢી રાખવાવાળા લોકો આધ્યાત્મવાદ અને ભૌતિકવાદ ના દ્ધંદ્ધ માં પણ અટવાયેલા હોય છે.

કેટલાક લોકોના ચહેરા પર દાઢી સમાન રૂપથી ન ઉગતા અહીંતહીં થોડી ધણી ઉગેલી જાેવા મળે છે.આવા લોકો ઉદ્દષ્ડ,ઉચ્છૃખલ,ધૂર્ત અને અવિશ્વાસું હોય છે. પરંતુ આવી દાઢી થી જુદી કેટલાક લોકોને માત્ર હોઠની નીચેના ભાગમાં ઠોડી પર જ દાઢી ઉગેલી જાેવા મળે છે. આવા લોકો ગુપ્ન વિદ્યાઓ પ્રતિ રૂચિ રાખનારા હોય છે. અને જાદૂ-ટોના,તંત્ર-મંત્ર-ભૂત-પ્રેત વગેરે રહસ્યાત્મક શાસ્ત્રોના જ્ઞાતા હોય છે. આજકાલ ફ્રેન્ચ કટ,રૂસી તથા અરેબિયન શૈલી ની દાઢી રાખવાની ફેશન ચાલી છે.આવી દાઢી ઉપર-નીચે-આજુબાજુ થી ક્યાંક ક્લીન શેવ અને ક્યાંક કાતર થી કાપેલી જાેવા મળે છે. આવી દાઢી રાખવાવાળા લોકોની પણ એક ખાસ વિશેષતા એ હોય છે કે તેઓ નવીનતા અને પ્રગતિશીલતાના પ્રેમી હોય છે.પરંતુ પોતાની પરંપરા અને સુસ્કૃતિ ની અવહેલના ક્યારેય કરતા નથી.

દાઢીની જેમ જ મૂંછો રાખવાની પણ અલગ ફેશન અને ઢંગ હોય છે. કેટલાક લોકો લાંબી,સીધી અને અણીદાર મૂંછો રાખવાનું પસંદ કરે છે. આવા લોકો નિડર, સાહસી, આત્મવિશ્વાસુ અને પોતાની ધુનના પાકા હોય છે.પરંતુ કેટલાક લોકા ક્યારેક ક્યારેક દુસાહસી, ઉદ્ધંડ, આક્રમક અને ઉત્તજિત પણ હોય છે.

કેટલાક લોકા પોતાની મૂંછો બંને કિનારા તરફથી ઝૂકાયેલી રાખે છે. આવા લોકોમાં સહનશીલતા,અવસર-વાદિતા તથા મિત્રતાના ગુણો જાેવા મળે છે. આજકાલ જેવા પ્રકારની મૂંછો રાખવાની વધુ ફેશન છે.એમાં તલવાર કટ મૂંછો સર્વાધિક લોકપ્રિય છે.આવી મૂંછો રાજપૂત કાળ ની શૈલીનું પ્રતિક છે.આવી મૂંછો રાખવાવાળા લોકો બાહ્ય દેખાડાની પાછળ પાગલ હોય છે.આર્થિક રૂપ થી કમજાેર હોવા છતાંય તેઓ સદાય બહાર થી સંપન્ન દેખાડવા નો પ્રયાસ કરતા હોય છે. એ લોકો એમની ગજા ઉપરાંતનો ખર્ચાે કરવાની અને પોતાની હદની બહાર જઈને બોલવું એ એમનો સ્વભાવ હોય છે.કેટલાક લોકા નાક નિચે જ મૂંછોનો ગુચ્છો રાખે છે.અને એની આજુબાજુ બંને તરફનો ભાગ સાફ રાખે છે.આવા લોકોમાં પર્યાપ્ત બુદ્ધિ,વાક પટુતા,સંપન્નતા અને સૂઝબૂઝ હોય છે. ભૌતિક સુખી વર્ગના લોકો આ પ્રકારની મૂંછો વધુ પડતી રાખતા હોય છે. આવા લોકો ભૌતિક સુખ સુવિધાઓને માટે તડપાપડ હોય છે.એટલે એમનામાં ક્યાંરેક ચાપલૂસી અને વખાણ કરવાની પ્રવૃતિ જાેવા મળે છે.

કેટલાક લોકા પોતાની મૂછ નો લગભગ અડધો ઈંચ જેટલો ભાગ રાખે છે.જે એમના ઉપરના હોઠને ઢાંકી રાખે છે.આવા લોકો ત્યાગ,આદર્શ,સિદ્ધાંત અને ઉદારતા ના પ્રેમી હોય છે.
કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.