વ્યસનમુકત કરવી કલીનીકલ હિપ્નોથેરાપી
વિકાસ માટે, પ્રગતિ માટે અભ્યાસ-સ્ટડી કરે છે. ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ થાય છે, કોઈ વિષય પર પી.એચ.ડી.કરે છે.સ્ટડીની ભુખ ભાંગે ત્યાં સુધી આજના યુવાનો સ્ટડી કરે છે.અર્થાત મેકસીમમ એજ્યુકેશન કરે છે.જેને માટે હજારો કે લાખો રૂપિયા દરેક મા-બાપ સંતાનો માટે પોતાની કેપીસીટી પ્રમાણે ખર્ચે છે.જેમના પેરેન્ટસ ફાયનાન્સિયલી કેપેબલ છે તેમને તો કોઈ પ્રોબ્લેમ નથી.બીજા કેટલાય પેરેન્ટસો જેમ તેમ ભેગું કરી પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને ભણાવે છેે જેથી સારી જાેબ મળવામાં તનેમને વાંધો ન આવે.ઘણીવાર કોઈ પર્ટીકયુલર ફીલ્ડમાં આગળ વધવા,તેમાં સેટ થવા નાની મોટી અનેક જાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.એસ્ટાબ્લીસ થવા કરેલી મહેનત કયારેક ધાર્યું રીટર્ન નથી આપતી આ એક નોર્મલ વાત છે.
આજના જમાનાના ભણેલા ગણેલા કેટલાય માણસો ડીફરન્ટ ફિલ્ડમાં આગળ છે તેવી જ રીતે અનેક ગ્રેજ્યુએટો ઓછા સમયમાં, ઓછી મહેનતે વધુ મેળવવા,ક્રાઈમમાં પણ એટલા જ આગળ છે. તેનું કારણ એ યુવાનો ગમે તે આપે, પણ ક્રાઈમ એ ક્રાઈમ છે.આજના કેટલાય યુવાનો ગ્રેજ્યુએટો, પ્લેઈંગકાર્ડ, રેસ, મટકા વિ.જુગાર રમે છે, તો કોઈ ચોરી, બેંક રોબરી કે સાઈબર ક્રાઈમમાં વ્યસ્ત છે.આટલું ઓછું હોય તેમ સીગારેટ, સીગાર,બીયર,દારૂ વિગેરે નશીલા પદાર્થોનું સેવન કરે છે અને પોતાની હેલ્થનું પોતે જ નુકશાન કરે છે.જયારે અનેક અભણ માણસો અથવા ઓછું ભણેલા માણસો દરેક પ્રકારના ખોટા કામ અને વ્યસનોથી પોતાની જાતને દુર રાખતા હોય છે.આજના ગ્રેજ્યુએટોએ લીધેલા જ્ઞાનનો શું ફાયદો ? જે જ્ઞાન મેળવ્યા પછી પણ સાચા-ખોટાની,સારા-ખરાબની સમજણ ન આપે, ભણવું એટલે જરૂરી છે જેનાથી આચાર, વિચાર,વાણી, વર્તન સુધરે, લાભદાયી થાય બધા માટે એટલે જ કહેવાય છે કે ભણતર સાથે ગણતર હોવું જરૂરી છે.આંતરિક ચેતનાની જાગૃતિ જરૂરી છે. ઘણી વાર અભણ કે ઓછું ભણેલા માણસો ભણેલા કરતાં વધુ બુધ્ધિશાળી,વધુ સમજદાર, વિવેકી અને બીઝનેસમાં પણ આગળ હોય છે.
દારૂ એ આજના સમાજનું, આજના સમયનું મોટું દુષણ છે.બધા જાણે છે કે દારૂ હેલ્થ સ્વાસ્થ્ય માટે ખરાબ છે છતાં રોજ હજારો લીટર દારૂ પીવાતો હશે.
પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં ઘરના વડીલ પ્રમોદભાઈ આવીને કહ્યું આ મારો વચલો પુત્ર આકાશ. મારે ત્રણ સંતાનો છે.બે દિકરા અને એ દિકરી જે આકાશ કરતાં નાની છે.આકાશ નાનપણથી ખટપટીયા સ્વભાવનો હતો એટલે અમને હતું કે આકાશને સેટ થવામાં વાંધો નહીં આવે.તેને બદલે મોટો દિકરો સારી કંપનીમાં સેટ થઈ ગયો.જેનો અમને ડાઉટ હતો. છેલ્લા કેટલાય સમયથી આકાશ ગમે ત્યારે વિચારોમાં ખોવાઈ જાય છે તેને બોલાવીએ તોય તેનું ધ્યાન ન હોય, શું વિચારતો હતો તેના જવાબમાં કયારેક કહે જાેબ માટે, કયારેક બીજનેસ માટે તો કયારેક ખબર નથી. આકાશને જાેબ મળી ગઈ, સેલરી સારી છે છતાં હજુ વિચારોમાં ખોવાઈ જાય છે તે તો ઠીક હવે તેણે દારૂ પીવાનંુ શરૂ કર્યું છે.અમારા બધા માટે આઘાતજનક વાત છે. અમારા ઘરમાં કોઈ ચા પણ નથી પીતું કહી પ્રમોદભાઈ અટકયા. ડૉ.કૌશલે આકાશભાઈ સાથે વાત શરૂ કરતાં પૂછયું કે દારૂ પીવાનું કયારે શરૂ કર્યું, અને શું કામ ? આકાશભાઈએ કહ્યું ત્રણેક મહિના પહેલાં દારૂ પીવાનું શરૂ કર્યું.મારો સેલરીવાળો જાેબ છે.
બધાને લાગે છે કે સેલરી સારી છે પણ હું જાેબ કે સેલરીથી સેટીસ્કાય નથી. કયારે રૂપિયા ભેગા થશે ? કયારે મેરેજ થશે, કયારે સમાજમાં હું મારા નામે ઓળખાઈશ ? આવા જાતજાતના વિચારોમાં અટવાતા સ્ટ્રેસ દૂર કરવા દારૂ પીધો.કદાચ તે ટાઈમ પુરતો મારો સ્ટ્રેસ ઓછો થયો હશે પણ બીજે દિવસે ઘરમાં બધા વધારે ડીસ્ટર્બ દેખાયા. જાે કે કોઈએ મને ઠપકો ન આપ્યો પણ હું સમજી ગયો કે મારા દારૂ પીવાથી બધા નારાજ થઈ જાય છે. એટલે ડૉ.કૌશલે આકાશભાઈને પૂછયું શું તમારે બધી ખોટી ચિંતાઓ જે તમે કરો છો તે તથા દારૂ પીવાની કે ટેવ તમને પડી છે ? તેમાંથી બહાર આવવાનું છે ? ખરેખર દારૂ છોડવો છે ? આકાશભાઈએ વિના વિલંબે હા પાડી. ડૉ.કૌશલે કહ્યું કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ એક મનોવિજ્ઞાન છે.સારવાર પદ્ધતિ છે તેના વિશે વિગતવાર સમજાવ્યું અને ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તે કેટલીવાર આવવું પડશે તે જણાવી કહ્યું કે આ દિવસોમાં હું જે કાંઈ સજેશન કરૂં તે બધું કરવાની તૈયારી હોય તો તમે થોડા દિવસોમાં બિલકુલ નોર્મલ થઈ શકશો.તમારૂં કોપરેશન અને રેગ્યુલર સીટીંગ ડેફીનેટ લાભકર્તા સાબિત થશે એટલે આકાશભાઈએ કહ્યું, સાહેબ, તમે કહેશો તેમ કરીશ. બસ મને જલદી નોર્મલ કરી દો.આ સાંભળી પ્રમોદભાઈને આનંદ થયો.ડૉ.કૌશલ પ્રમોદભાઈને કહ્યું.આકાશભાઈ ઓફિસથી સીધા ઘેર આવે તેવી ગોઠવણ કરવી જરૂરલાગે તો છૂટવાના સમયે કોઈએ તેમને લેવા જવું અને અહીં મારી પાસે સીટીંગ લેવા આવે ત્યારે પણ મોરલ સપોર્ટમાંથી ઘરના કોઈપણ એક સભ્યે અચુક સાથે આવવું.
નક્કી કરેલા સમયે આકાશભાઈ તેમની નાની બહેન સાથે આવ્યા.ડૉ.કૌશલે સીટીંગ શરૂ કરી. બે સીટીંગ પછી આકાશભાઈએ મન અને શરીર શાંત થતું અનુભવ્યું. બીજા સીટીંગો રોજ નિયમિત લેતા જાેબ સેટીફેકશન અનુભવવા લાગ્યા.છ સાત સીટીંગમાં તો ચિંતાઓ અને વિચારો પચાસ ટકાથી વધુ ઓછા થઈ ગયા.જેમ જેમ આકાશભાઈ ઈપ્રુવ થતા ગયા તેમ તેમનો રીસપોન્સ પહેલા કરતાં વધતો ગયો.ઓફિસના કામ તથા બીજા નજરલ કામ વધુ સારી રીતે કરવા લાગ્યા. આ દિવસોમાં કયારેય આકાશભાઈને દારૂ પીવાની ઈચ્છા થઈ કે દારૂ યાદ આવ્યો.આમ કુલ પંદર દિવસની હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી દારૂ કયારે છૂટી ગયો તેની આકાશભાઈને ખબર પણ ન પડી. હવે આકાશભાઈ પહેલાં કરતાં વધુ સારી રીતે ઘરમાં અને બહાર રહેવા લાગ્યા.દરેક રૂટીન કામ પહેલાં કરતાં વધુ રસપૂર્વક અને સફળતાપૂર્વક કરવા લાગ્યા. એટલે ઘરના દરેક સભ્યોને જંગ જીત્યા જેવો આનંદ થયો છે તેમ પ્રમોદભાઈએ કહ્યું અને ડૉ.કૌશલનો આભાર વ્યકત કર્યો.સાથે કાંદીવલીમાં આવું મેડીકલ સેન્ટર શરૂ કર્યું તે બદલ અભિનંદન આપતા કહ્યું નહીંતર તમારા કાલબાદેવીના સેન્ટરમાં જવું થોડું દુર પડી જાત. વ્યસન મુક્તિ શકય છે માત્ર જરૂર છે પ્રયત્નની.તમારા પ્રયત્નને અને સાકાર કરવામાં મદદરૂપ થઈ શકીએ છીએ. વિચારવા રહેશો તો અટકી જશો.તુરંત સંપર્ક કરો અને સારા સ્વસ્થ રહો.માનસિક અને શારીરિક બંને રીતે.