ડીસામાં નેશનલ હાઇવે ઓથોરિટીને કાટમાળ મામલે ૬૫.૬૬ લાખનો દંડ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં છેલા બે વર્ષથી ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ડીસા વાસીઓની અવાર નવારની માંગને લઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બસો કરોડ ઉપરાંતના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગિરી ખાનગી કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. જો કે છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયગાળા દરમિયાન ઓવરબ્રિજની કામગિરી શરૂ કરાઇ છે અને આ કામગીરી દ્વારા વધારાનો કાટમાળ ડીસાની હેરિટેજ ઇમારત એવા હવાઈ પિલર નજીકના વિશાળ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે. આ મામલે કોઇ જાગૃત નાગરિક દ્વારા આર. ટી. આઈ. કરી માહિતી પણ માગવામાં આવી હતી. જે મામલે બુધવારે ડીસા નાયબ કલેકટર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને ૬૫.૬૬ લાખનો દંડ ભરી જવા માટે નોટિસ પાઠવાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા હવાઈ પિલરમાં અંદાજે ૩૯૫ દિવસ સુધી બીનઆધિકૃત રીતે કાટમાળ નાખવા ઉપરાંત કોઈપણ જાતની મંજુરી વગર મેદાનનો ઉપયોગ કરવા મામલે ડીસા નાયબ કલેકટર દ્વારા ગત તા. ૧/૬/૨૦૧૯ થી પ્રતિ દિવસ ૯૫૦૦ રૂ. લેખે આ દંડ ફટકારાયો હતો. આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીને દંડ વસુલાત માટેની નોટિસ પણ ફટકાવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.