રાજયમાં કોરોના ફરી ૧૧૦૦નો આંકડો પાર કરીને ૧૧૪૪ કેસ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં સતત બીજા દિવસે અને જુલાઈમાં ત્રીજીવાર કોરોના પોઝિટિવનો આંકડો ૧૧૦૦ને પાર થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૨૯ ૧૪ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૧૧૪૪ પોઝિટિવ કેસ નોંધાવ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોના કુલ સંક્રમિતનો આંકડો ૫૯ હજારને પાર થઈ ૫૯૧૨૬ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૪ મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક ૨૩૯૬ થયો છે. આજે ૭૮૩ દર્દીઓ સાજા થયા હતા. આ સાથે ડિસ્ચાર્જ થવાનો આંકડો ૪૩ હજારને પાર થઈ ૪૩૧૯૫ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ એક્ટિવ કેસ ૧૩૫૩૫ થયો છે. જેમાં ૮૯ વેન્ટીલેટર પર અને ૧૩૪૪૬ સ્ટેબલ છે. અનલોક-૩માં આજે રાત્રિ કફ્ર્યુ હટાવવા અને જિમ તેમજ યોગ પ્રવૃત્તિ કરવાની છૂટછાટ વચ્ચે રાજ્યમાં કોેરોનાનો દૈનિક આંકડો સતત વધી રહ્યો છે. પ્રજાએ વધુ સર્તક રહેવાની તાતી જરૂરિયાત છે. આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ સુરત કોર્પોરેશનમાં ૮ અને જિલ્લામાં ૩, અમદાવાદ શહેર ૫, પાટણ, રાજકોટ, વડોદરા શહેરમાં ૨-૨ અને મહેસાણા તેમજ વડોદરા ગ્રામ્યમાં ૧-૧ કેસ સાથે કુલ ૨૪ મોત કોરોનાને લીધે નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.