પાલનપુરના બસ પોર્ટના ક્વાટર્સ ગટર વ્યવસ્થાના અભાવે બંધ જોવા મળ્યા
પાલનપુરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ન્યૂ બસપોર્ટ શરૂ થયાને 8 માસ જેટલો લાંબોસમય વિતવા છતાં એસ.ટી વિભાગના કર્મચારીઓને એસ.ટી વિભાગના ક્વાર્ટસમાં ગટરલાઈનના અભાવે ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી રહી છે.જેથી આ ક્વાટર્સ ગટરના અભાવે શોભાના ગાઠિયા સમાન બની રહેવા પામ્યા છે.જેમા અમદાવાદની ખાનગી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પાલનપુરમા અદ્યતન સુવિધાથી સજજ ન્યૂ બસપોર્ટ તેમજ એસટીના કર્મચારીઓને રહેવા માટે 152 જેટલા કવાર્ટર બનાવવામાં આવ્યા છે.જેમાં કોન્ટ્રાકટર દ્વારા આ ક્વાર્ટસમાં વિજ તેમજ ગટરલાઇનની વ્યવસ્થા કરવામાં ન આવતા એસ.ટી કર્મીઓ છતાં ક્વાટર્સએ શહેરમાં ભાડાના મકાનમાં રહીને દર માસે મોટી રકમનું ભાડું ચૂકવવાની ફરજ પડી રહી છે.