રાફેલ ૭ હજાર કિમીનું અંતર કાપી આજે ભારત આવી પહોંચશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : ફ્રાન્સથી પાંચ રાફેલ ફાઈટર જેટ સોમવારે ભારત આવવા રવાના થઈ ગયા છે. આ પાંચેય વિમાને સોમવારની મુસાફરી પૂરી કરી લીધી છે અને યુએઈના અલદફ્રા એરબેઝ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. રાફેલને ફ્રાન્સથી યુએઈ પહોંચવામાં સાત કલાકનો સમય લાગ્યો હતો. આ વિમાન યુએઈથી ઉડીને સીધા ભારત પહોંચશે. ફ્રાન્સના શહેર બોર્ડેઓસ્કમાં વાયુસેનાના એરપોર્ટથી રવાના થયેલા ફાઈટર જેટ લગભગ સાત હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને બુધવારે અંબાલા વાયુસેનાના એરબેઝ પર પહોંચશે. વાયુસેનામાં રાફેલ સામેલ થયા બાદ તેની યુદ્ધ ક્ષમતામાં ઘણો વધારો થઈ જશે. ભારતને આ ફાઈટર જેટ્‌સ એવા સમયે મળી રહ્યા છે જ્યારે પૂર્વ લદાખની સરહદે તેનો ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૧૦ ફાઈટર જેટની ડિલિવરી સમયસર પૂરી થઈ ગઈ છે અને તેમાંથી પાંચ જેટ તાલિમ મિશન માટે ફ્રાન્સમાં જ રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ૩૬ વિમાનોની ડિલિવરી ૨૦૨૧ના અંત સુધીમાં થઈ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.