Headlines 28-07-2020 | Rakhewal

https://www.youtube.com/watch?v=PV58feDKJAI
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં કોરોનાના વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા : વાવમાં ૦૧, લાખણીમાં ૦૧, દિઓદરમાં ૦૩, ધાનેરામાં ૦૨ ,ડીસામાં ૦૧ અને ભાભરમાં ૦૪ કેસ મળી આવ્યા.

કોરોના કહેર વચ્ચે બનાસકાંઠાના પાલનપુર અને ડીસામાં આંશિક નિયંત્રણોનું જાહેરનામું લંબાવાયું : બન્ને શહેરોમાં સાંજે ૪ થી સવારના ૭ વાગ્યા સુધી જિલ્લા કલેકટરે વેપાર વાણિજ્ય પર પ્રતિબંધ ૧૦ મી ઓગસ્ટ સુધી યથાવત રાખ્યો.

ડીસા તાલુકા પોલીસે કાંટ ગામેથી ગેરકાયદેસર તળાવમાંથી માટી ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું : બે ડમ્પર અને હિટાચી મસીન સહિત ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.

ડીસા રત્નાકર સોસાયટીના રહીશો એ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું : નગરપાલિકા રોડ બનાવામાં ભેદભાવ ભરી નીતી અપનાવતી હોવાના આક્ષેપ : સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેકટર સહીત ધારાસભ્યને લેખિતમાં રજૂઆત.

ડીસામાં વિવાદમાં ઘેરાયેલા પુરવઠા મામલતદારની બદલી : મહિલાના ગંભીર આક્ષેપોના પગલે કલેકટરનો ત્વરિત નિર્ણય.

ડીસા તાલુકાના આસેડા ગામના અરજદારે આત્મવિલોપનની ચિમકી આપી : શૌચાલય કૌભાંડની તપાસ ના કરાતાં અરજદાર નારાજ થયા ; સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લાભાર્થી લાભથી વંચિત રહ્યા.

વિધાનસભા પેટા ચૂંટણી બાબતે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઈ : બેઠકમાં છેલ્લા સાત દિવસની કામગીરીનું રિવ્યુ કરવામાં આવ્યું, વિધાનસભા ક્ષેત્રેમાં વિકાસના કામોને લઈને થઈ ચર્ચા.

રાજ્ય સરકારના બજેટમાં 15 ટકાનો ઘટાડો, અનેક વિભાગોના રૂ.6000 કરોડના બજેટમાં કાપ મુક્યો : બજેટનું કદ પણ 8થી 10 ટકા સુધી ઘટવાની શક્યતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો, ખેડાના મહુધામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો.

નવસારીમાં ગણદેવી પોલીસે એક કરોડ સાથે 3 યુવાનોની અટકાયત કરી, રૂપિયા હવાલાના હોવાની આશંકા : રૂપિયા ગણવા માટે બેંકનું મશીન મંગાવ્યું.

GTUની ઓનલાઈન પરીક્ષામાં મલ્ટીપલ ‘લોગ ઈન’ની છૂટ આપી, પરીક્ષામાં આઈફોન વાપરવાની મંજૂરી નહીં.

વડાપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સથી વિવિધ રાજ્યોની સંક્રમણની સ્થિતિની માહિતી મેળવશે, 31 જુલાઈ પછી અનલોક-3 પર ચર્ચાની શકયતા.

રાજસ્થાન ગેહલોત સરકારની અરજી 2 વખત પરત મોકલ્યા પછી રાજ્યપાલે શરત મૂકી- 21 દિવસની નોટિસ આપો, પછી વિધાનસભા સત્ર બોલાવવાની મંજૂરી આપીશું.

ભારતીય જાસૂસી ઉપગ્રહે પકડ્યું – ચીને તેની તિબેટ સરહદે સૈનિકોની સંખ્યા વધારી.

ફ્રાન્સથી 5 રાફેલ યુદ્ધ વિમાન આવી રહ્યા છે જે 7 હજાર કિમીનું અંતર કાપશે, હવામાં જ ફ્યુઅલ ભરશે, માત્ર UAE માં રોકાણ.

વિશ્વમાં કોરોનાના 1 કરોડ 64 લાખ દર્દી, ફ્રાન્સમાં દરેક નાગરિકો માટે કોવિડ-19 ટેસ્ટ ફ્રી, અહીં 1 લાખ 80 હજારથી વધુ લોકો સંક્રમિત.

જાતિવાદ વિરુદ્ધ છ અમેરિકી રાજ્યોમાં હિંસક દેખાવ, ટેક્સાસના ઓસ્ટિનમાં પોલીસની ગોળી વાગતાં એક વ્યક્તિનું મોત.

રશિયાએ ચીન માટે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી અટકાવી, ચીને કહ્યું કે દબાણમાં આવીને નિર્ણય લેવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.